________________
sj
૧૧.
૮. પૂજ્ય ગચ્છાધિપતિશ્રીને દર પંદર દિવસે કે મહિને આલોચના અચૂક
મોકલી આપવી. આળસમાં લાંબુ ખેંચાઈ ન જાય તે ધ્યાન રાખવું. સૂક્ષ્મ આલોચના યાદ રાખવી, નોંધવી નહિ. શક્ય બને ત્યાં સુધી પૂ ગચ્છાધિપતિશ્રી પાસે તે આલોચના રૂબરૂમાં મૌખિક કરવી. આલોચનાના કે અન્ય કોઈ પણ પત્રમાં તિથિ, તારીખ, સ્થળ અને પોતાનું નામ અવશ્ય લખવા. ૧૦ વર્ષ કે તેવી મર્યાદા સુધી આલોચનાના પત્ર આદિના અપવાદ સિવાય કોઈની પણ સાથે પત્રવ્યવહાર નહિ કરવાનો અભિગ્રહ ધારી
શકાય. ૧૨. કોઈ ગૃહસ્થનો પરિચય કરવો નહિ. ગૃહસ્થો સાથે વાતો કરવા બેસવું
નહિ. સંસારી સ્વજનો વગેરે વંદનાર્થે આવે તો આડીઅવળી વાતો ન કરવી. ટૂંકી ધર્મપ્રેરણા કરવી અથવા અનુમોદનીય વાતો કરવી. તેમના
ગૃહસંસારની વાતો પૂછવી નહિ. તે વાતોમાં રસ ન લેવો. ૧૩. સંસારી માતાપિતા વગેરે ઉપકારી આવે તો ગુરુ ભગવંતની આજ્ઞા
લઈ તેમને મળવું તેમને આરાધનાની પ્રેરણા કરવી. મોહની લાગણી
ન રાખવી પણ ઋણમુક્તિનો ભાવ રાખવો. ૧૪. રાત્રે સ્વાધ્યાય કરવા માટે જાહેરમાં બેસવું, એકાન્તમાં ન બેસવું.
દિવસે પણ તદન એકાન્તમાં કે અલગ રૂમમાં ન બેસવું. ૧૫. અન્યની સાથે સ્વાધ્યાય કરવા. ભણવા બેસવાનું થાય ત્યારે એકદમ
અડીને લગોલગ ન બેસવું. ૧૬. કારણવશાતુ ક્યારેક દિવસે સૂવું પડે તો કપડો શરીર પર ઓઢીને સૂવું
રાત્રે પણ કપડાં કે કામળી ઓઢીને જ સૂવું. વ્યાખ્યાનસભામાં કે પોતાનાં આસન ઉપર પણ બેસતી વખતે ઢીંચણ સુધી ચોલપટ્ટો ઢાંકેલો રહે તે રીતે બેસવું. ઊઠતા-બેસતાં, ઊભડક પગે બેસતા અથવા આસને પગ ઊંચા રાખીને બેસતા બરાબર ઉપયોગ રાખવો.
૧૭.
૧૧૨