Book Title: Shraman Auchitya Shiksha
Author(s): Muktivallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 134
________________ ૪૧. આવો, પધારો, આવજો વગેરે શબ્દોથી ગૃહસ્થને આવકાર કેવિદાય આપવા નહિ. પૈસા રાખવા તો નહિ જ. કોઈ ગૃહસ્થ પાસે રખાવવા પણ નહિ. કોઈ શ્રાવક ભક્ત લાભ માંગે તો ખપની ચીજનો લાભ આપી દેવો પણ પૈસા મૂકાવવા નહિ. ગૃહસ્થના આર્થિક વ્યવહારોમાં ક્યાંય પડવું નહિ. અરીસામાં ક્યારેય જોવું નહિ. ગૃહસ્થના મકાનમાં ઊતરવાનું થાય અને ત્યાં જો અરીસો લગાવેલો હોય તો તેની ઉપર પડદો નંખાવી દેવો. ૪૬. વિહાર દરમ્યાન કોઈવાર કોઈ ગૃહસ્થનાં મકાનમાં ઊતરવાનું થાય તોવિજાતીયની તસ્વીરો વગેરે ટીંગાવેલા હોય તેવા મકાનમાં ન ઊતરવું ૪૭. વિહાર આદિ દરમ્યાન રસ્તામાં કોઈ સાધ્વીજી મહારાજ મળે તો રસ્તામાં વાતો કરવા ઊભા ન રહેવું સંસારી સ્વજન કે અન્ય ગૃહસ્થ મળવા આવે ત્યારે ગુરુ મહારાજ કે વડીલ મહાત્માની રજા લઈને મળવા બેસવું અને ગુરુ મહારાજ વડીલની નજર રહે તેવા સ્થાને બેસવું. ૪૯. ફોટા પડાવવા નહિ. કોઈ ગૃહસ્થ ફોટો પાડવાનો આગ્રહ સેવે તો પણ સંમતિ આપવી નહિ. બને ત્યાં સુધી ધાર્મિક પ્રસંગોના ફોટા આલ્બમ પણ જોવા નહિ. સંગીતકાર, નૃત્યકાર, બેન્ડવાલા, મંડપ, રંગોળી, ડેકોરેશન, રોશની, પ્રભાવના, સ્વામીવાત્સલ્ય વરઘોડા, સામૈયા, આમંત્રણ-પત્રિકા વગેરે ઉત્સવ-મહોત્સવની બાબતો ગૃહસ્થનો વિષય છે. તેવી બાબતોનો રસ કેળવવો નહિ. કોઈ વાર તેવી બાબતોમાં માર્ગદર્શન આપવું પડે તો સંયમમર્યાદા જરા પણ ન ચૂકાય તેનું ખાસ ધ્યાન રાખવું.

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162