Book Title: Shraman Auchitya Shiksha
Author(s): Muktivallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 160
________________ ૪. સાંવત્સરિક હિતશિક્ષાપત્રા વિજય જયઘોષસૂરિ તરફથી અનુવંદના.... સુખ-શાતા જાણશો. સાંવત્સરિક ક્ષમાપના મારા તરફથી અને અત્રે સર્વે તરફથી જાણશો. સ્વીકારશો. વિશેષમાં. ૧. વ્યક્તિગત આરાધનામાં ઉત્સર્ગ આચારો પાળવા શક્ય કાળજી અને લક્ષ રાખવું. આ જેને હોય તે આરાધક બને. આ જેને ન હોય તે વિરાધક બને. જેને ઉત્સર્ગ આચારને શક્ય સંયોગોમાં પાળવાનું લક્ષ નથી તે પાળે તો પણ આરાધક નથી. તે નબળો અધુરો આચાર પાળે તે અપવાદ નથી. આવા આચારને અનાચાર શબ્દથી ન કહીએ તો પણ એ એના જેવો-વિશિષ્ટ ફળ વગરનો છે. ૩. જે સંપૂર્ણ ઉત્સર્ગ-આચાર ન પાળી શકે તેમણે પણ તે ઉત્સર્ગ આચારનાં લક્ષ સાથે શક્ય એટલા એના નિકટના આચારને પાળવાનો આગ્રહ, લક્ષ, જાણકારી, ઉપયોગ રાખવો જોઈએ. જે આ ન રાખે તેના અપવાદરૂપ લાગતા આચારો વિશેષ જયણા, કાળજી વગરના અધિક છૂટછાટવાળા હોવાથી તે પણ અપવાદ ન કહેવાતા અનાચાર કહેવાય છે. ૪. બધી બાબતમાં, બધા વ્યવહારોમાં, બધા આચારોમાં, બધી પ્રવૃત્તિમાં ઉત્સર્ગની રૂચિ, ઉત્સર્ગની ઉપસ્થિતિ, ઉત્સર્ગનો ઉપયોગ આ આરાધક આત્મા માટે અનિવાર્ય છે. આ ઉપરની ત્રણેની કે ત્રણમાંથી કોઈની પણ મંદતા એ ઉત્સર્ગની પ્રધાનતાને દૂષિત કરે છે, ગૌણ કરે છે. નિર્જરાને અલ્પ કરે છે. ૫. જીવનમાં આચારની વ્યવસ્થિત પક્કડ જીવને શ્રદ્ધાપરિણતિમાં આગળ વધારે છે, ભાવ સમ્યકત્વ-ચારિત્રને યોગ્ય બનાવે છે. આચારની 141

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162