________________
૩. અષાઢ ચાતુર્માસી હિતશિક્ષાપત્ર એક
બધા સાધુસાધ્વીજી ભગવંતોએ નીચેની સૂચનાઓ ખાસ ધ્યાનમાં લઈને અમલ કરવો. ૧. રોજ વિહારમાં વહેલા ઊઠતા હતા તેમ આરાધના માટે, જાપ માટે,
સ્વાધ્યાય માટે બધાએ ૪ વાગે ઊઠી જવાનું રાખવું અને રાત્રે ૧૦
પહેલા ન સૂવું. ૨. સ્વાધ્યાય નિયમિત ૭ કલાક કરવો. અભ્યાસ પણ કાળજીથી
વ્યવસ્થિત કરવા બધાએ લક્ષમાં લેવું. ૩. તપવિશેષ બને તો કરવો, ન બને તો ઓળી-એકાસણાં તો અવશ્ય
કરવા. છૂટા તો ન જ રહેવું. બેસણું પણ બનતા સુધી ન કરવું. ૪. મિષ્ટાન્ન, ફરસાણ, બદામ વગેરે ત્યાગ કરવા. ઘી વગેરે ઉપરથી ન લેવા.
મલાઈ ખાસ ન લેવી. દૂધ પણ પરિમિત રાખવું. દહીં પણ તપ વગેરે સિવાય ન લેવું. ત્યાં થતા સામૂહિક તપનાં પારણા તથા અત્તરપારણામાં પણ ઉપરોક્ત વસ્તુઓ ન લેવી. શક્ય બને તો ત્યાં વહોરવા ન જવું. જીવનમાં વિનય અને વિવેક વગર ધર્મ આવતો નથી, રહેતો નથી, વધતો નથી. માટે ગુરુઓનો-વડીલોનો અને પરસ્પર સાધુઓનો વિનય-મર્યાદા-સભ્યતા-શિષ્ટતા જાળવવી. તો જ મન સ્વસ્થ અને શાંત પ્રસન્ન રહેશે અને આરાધના વધશે. બધી જ વાતોમાં સંયમનું
લક્ષ, દોષોનો હાસ વગેરેનો ખ્યાલ રાખવો. ૬. બને એટલું બોલવાનું ઓછું કરવું. મૌનનો અભ્યાસ-ટેક રાખવી.
જાપ નિયમિત વાળા કે ૧ કલાક કરવો જેથી પરમાત્મા સાથે
લાગણી બંધાય. આત્મા પવિત્ર અને સ્વસ્થ બને. ૭. ક્રિયાઓ ગુરુજી પાસે અને ઊભા-ઊભા કરવાનું રાખવું.
139