Book Title: Shraman Auchitya Shiksha
Author(s): Muktivallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 157
________________ ૨. ફાગણ ચાતુર્માસીનો હિતશિક્ષાપત્ર વિજય જયઘોષસૂરિ તરફથી અનુવંદના વિશેષમાં ચાતુર્માસિક ક્ષમાપના જાણી, મારા તરફથી પણ જાણશો. વિશેષમાં જીવન જોત-જોતામાં પૂર્ણ થઈ જશે. વર્તમાનકાળમાં આયુષ્ય ૭૫ વર્ષ આસપાસ હોય છે. અશક્તિ, રોગ, ઘડપણ પણ આરાધનામાં જીવને સત્ત્વહીન બનાવે છે. જીવનમાં જ્ઞાન, વૈરાગ્ય, સંવેગની મંદતાથી જીવ અનેક રીતે મમતા, રાગ-દ્વેષ, આળપંપાળમાં અથડાતો કાળ પસાર કરે છે. એને શાંતિ, સમતા, આંતર અનુભવ થતો નથી. સંસાર દાવાનળ છે. મોહનો મહાબંધનરૂપે અનુભવ નથી માટે વૈરાગ્યગ્રંથો, ભાવનાગ્રંથોનું અધ્યયન વધારજો. આચારમાં જેટલા વ્યવસ્થિત કડક બનશો તેટલો જીવને વૈરાગ્ય વધશે. માટે જીવન આળસુ, પ્રમાદી, માન-પાનનાં લક્ષવાળું, ખાવાપીવાની અનુકૂળતાની દૃષ્ટિવાળું ન રાખતા. જે સરખાયા તે તયકખાયા - જેના જીવનમાં બાહ્યથી સારવસ્તુઓ જોવા મળે છે તેના જીવનનો આનંદ સુકાયેલો હોય છે, એ લુખ્ખો-આનંદ રહિત હોય છે. જે બાહ્ય રીતે અનુકૂળ ફેન્સી ક્વોલીટી વગેરેથી રહિત ઓછું-વતુ, મોડું-વહેલું નભાવી લેનાર એની પરવાહ વગરના હોય છે તે જીવનમાં આત્માના, વૈરાગ્યના, સંવેગના આનંદમાં ભરપૂર હોય છે. માટે પુદ્ગલાનંદિપણું છોડી સાધુ-ગુરુઓના કઠોર શબ્દ સહન કરતા થાવ અને પદગલિક વસ્તુઓની અપેક્ષા. પરાધીનતાને છોડનારા થાવ. આચારગ્રંથોને દશવૈકાલિક, ઓઘનિર્યુક્તિ વગેરેને અર્થથી ખૂબ ભાવિત કરો. ન્યાય, વ્યાકરણ જેટલું અપેક્ષાએ જરૂરી નથી તેના કરતા કંઈગણું વૈરાગ્ય અને આચારની પ્રવૃત્તિ, જ્ઞાન અને એનો આનંદ જરૂરી છે. માટે એમાં પ્રયત્ન કરશો. બીજાનું સહન કરીને બધા પર આદરભાવ વધારજો. એ જ વિજય જયઘોષસૂરિની અનુવંદના. ફાગણ સુદ-૧૪, કાંદીવલી. 138

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162