________________
છે
પરિશિષ્ટ ‘હિતશિક્ષા - પત્રસંપુટ ૧. કારતક ચાતુર્માસી હિતશિક્ષાપત્રક વિજય જયઘોષસૂરિ તરફથી અનુવંદના
પત્ર મળ્યો. કારતક ચોમાસી ક્ષમાપના જાણી. અત્રેથી મારા તરફથી અને સર્વે તરફથી પણ સહૃદય ત્રિવિધ ક્ષમાપના જાણશો અને સર્વેને અનુવંદના સાથે જણાવશો.
વિશેષમાં, પાંચમા આરામાં સેવા સંઘયણ છે, શરીર નરમ-ગરમ અને વાંકુ ચાલ્યા કરે પણ એને સંભાળવામાં-પંપાળવામાં જીવની સંયમની, ત્યાગની, વૈરાગ્યની, સમતાની પરિણતિ ઘટે નહિ તેની કાળજી નાના-મોટા સર્વેએ રાખતા રહેવી જરૂરી છે. આના માટે ભાજીપાલો, ચટણી વગેરેનો વિશેષથી ત્યાગ કરવો. જેથી આત્મા તે તરફ રુચિ અને ગૃદ્ધિવાળો ન બને. કોબી-ફલાવર આપણે લેતા નથી, અને એ ન જ લેવાની ટેક રાખવી. મેવો
જીવનમાં શક્તિ આપે કે ન આપે તે વાત જુદી પણ ગૃદ્ધિ-મમતા-રુચિ દ્વારા આત્મપરિણતિ તો બગાડે. માટે બદામ, ખજુર અને બીજા બધી જાતના મેવાનો સત્ત્વ ફોરવી ત્યાગ કરવો અને સંપૂર્ણ ન બને તો એકાંતર પણ ત્યાગ કરવો.
શિયાળામાં શાક પણ અનેક બને છે, પ્રમાણ પણ વધારે હોય છે માટે આપણે એ અંગે પણ સાવધાની રાખીને ત્યાગ થાય તેટલો કરવો.
શિયાળાના દિવસ નાના હોય છે અને રાત મોટી હોય છે તેથી પાઠ કરવા અને જાપ કરવા માટે ૪-૫ કલાક મળે. જો જીવ વાતો પ્રમાદ ઊંઘમાં ટાઈમ બરબાદ કરે તો રત્નત્રયની પરિણતિ આત્મસાતુ નહિ થાય, ભાવસંયમ ન રહે. માટે સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી મૌન કરી જ્ઞાન, ધ્યાન, જાપ વગેરેમાં ઉત્સાહપૂર્વક તલ્લીન બનવું.
136