Book Title: Shraman Auchitya Shiksha
Author(s): Muktivallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 153
________________ અણગમો વ્યક્ત કરવા દ્વારા દુર્ગાન ન કરવું. દરેક પરિસ્થિતિમાં સમભાવ રાખવો. ૧૦૮. આપણા માટે કોઈને રાહ જોવી પડે તે રીતે દરેક પ્રસંગે તૈયાર રહેવું પરંતુ કોઈના માટે રાહ જોવી પડે તો કંટાળવું નહિ. ૧૦૯. બીજા બેસે તે પહેલાં સારી જગ્યા લઈ લઉં, બીજા સાધુ-સાધ્વીજી વહોરી જાય તે પહેલાં ઠંડું પાણી વહોરી લઉં-આવી શૂદ્ર વૃત્તિ ન રાખવી. ૧૧૦. ઉપબૃહણાનો આચાર હંમેશા પાળતા રહેવું. કોઈની પણ વિશિષ્ટ આરાધના જોઈને ઉચિત ઉપબૃહણા અચૂક કરવી. ૧૧૧. કોઈ વિશેષ હિતશિક્ષા, વિશેષ શ્લોક, વિશેષ તાત્ત્વિક વિચારણા વગેરે અન્ય કોઈ પાસેથી જાણેલી કે કોઈના લેખ-પુસ્તકમાંથી વાંચેલી બાબતનો કોઈની પાસે, પ્રવચનમાં કે પુસ્તક-લેખ આદિમાં ઉલ્લેખ કરતી વખતે તે પોતાની વિચારણા કે પોતાનું ચિંતન છે તેવી છાપ ઉપસાવવાનો જરા પણ પ્રયત્ન ન કરવો. તેવો ભાવ પણ મનમાં ન લાવવો. ખ્યાલ હોય તો જ્યાંથી જાણેલું હોય તે સ્થાનનો ઉલ્લેખ અવશ્ય કરવો. ૧૧૨. અન્યના લેખ, સ્તવન, કાવ્ય, પુસ્તક, ચિંતન વગેરે ખૂબ ગમી ગયા હોય અને પ્રચારાર્થે પુનઃપ્રકાશિત કરવાનું મન થાય તો પણ મૂળ લેખક-સંપાદકની રજા લઈ લેવી અને તેમાં પોતાનું નામ ક્યાંય પણ નમૂકવું. મૂળ કર્તાના નામે જ પ્રકાશિત કરવું. ૧૧૩. ચિત્તવૃત્તિઓને ઓળખવા સતત પ્રયત્નશીલ રહેવું. કોઈપણ જાતની ઠગાઈ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. ૧૧૪. કોઈ પણ દોષનો ત્યાગ ગુણની પ્રાપ્તિ આચાર કે પ્રવૃત્તિનાં સ્તર ઉપર આવે તેટલાથી સંતોષ ન માનવો. પરિણતિના સ્તર ઉપર તે બાબતને લાવવા માટે તદનુરૂપ ભાવનાઓનું પરિશીલન હંમેશા કરતાં રહેવું. ૧૩૪

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162