Book Title: Shraman Auchitya Shiksha
Author(s): Muktivallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 152
________________ ૯૬. અંતર્મુખતાનો રસ ખૂબ કેળવવો. સંયમ જીવનના પ્રારંભના ૧૫ વર્ષ તો બિલકુલ જ્ઞાન ધ્યાનમાં ખોવાઈ જવું. ૯૭. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે કોઈ પણ જાતના પૂર્વગ્રહ રાખવા નહિ. કાયમી ગલત અભિપ્રાય કોઈ માટે ક્યારેય બાંધી દેવા નહિ. દરેક વ્યક્તિમાં સુધારણાની પૂરી સંભાવના છે. ૯૮. કોઈ પણ પ્રસંગમાં સામેની વ્યક્તિના દૃષ્ટિકોણને સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવો. ૯૯. કોઈ પણ બાબતમાં સંપૂર્ણ પરિસ્થિતિ જાણ્યા વિના ઉતાવળથી અભિપ્રાય આપી ન દેવો. ૧૦૦. કોઈ પણ બાબતમાં ઉતાવળથી આવેલજન્ય એંધાણ આપીન દેવા. થોડી ધીરજ રાખવી. ૧૦૧. છીછરા ન બનવું. ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે બોલી ન નાંખવું. ગંભીર બનવું ૧૦૨. કોઈ પણ મહાત્માની નોટબુક, અંગત નોંધપોથી કે અન્ય કોઈપણ ચીજને પૂછયા વગર અડવું નહિ. કોઈની અંગત બાબતો ચોરીછૂપીથી જાણવાનો-વાંચવાનો પ્રયાસ ન કરવો. ૧૦૩. બે વ્યક્તિની ધીમેથી વાત ચાલતી હોય તો તે સાંભળવાનું કુતૂહૂલ ન રાખવું ૧૦૪. કોઈ પણ નાની-મામૂલી વાતને મોટી ચર્ચાનો વિષય ન બનાવવો. ૧૦પ. સ્વભાવ ખૂબ ઉમદા બનાવવો. જરા પણ તુચ્છતા ન રાખવી. ૧૦૬. પ્રકૃતિગત દોષોને દૂર કરવા પ્રયાસ કરવો. તે દોષોનો ક્યારેય બચાવ ન કરવો. તે દોષોને પુષ્ટ ન કરવા. દોષ-પ્રતિપક્ષ વિચારણા કરવી, દોષાનુકુલ વિચારણામાં ન ચડવું. ૧૦૭. મચ્છર ઘણાં હોય, માખી ઘણી હોય, અતિશય ઠંડી, અતિશય ગરમી, અતિશય તડકો, વરસાદ વગેરે સંયોગોમાં માનસિક અરુચિ કેવાચિક ૧૩૩

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162