Book Title: Shraman Auchitya Shiksha
Author(s): Muktivallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 156
________________ સવારના ઠંડી હોય તેથી પ્રતિક્રમણ બેઠા-બેઠા કરવાની ટેવ ન રાખતા ઠંડીને સહન કરી વ્યવસ્થિત ઊભા-ઊભા કરવાનો આગ્રહ રાખવો. અષાઢ ચોમાસીના લીધેલા ચાર માસ માટેના અભિગ્રહો જેમ પૂરા થાય તેમ કારતક ચોમાસામાં ચાર માસ માટે શક્ય નવા અભિગ્રહ લેવા જોઈએ, જૂના અભિગ્રહમાં જે ભૂલ થઈ હોય તેની આલોચના પણ લેવી. વિશ સ્થાનકની આરાધના કરનાર કે ન કરનારે પણ રોજ વિશે સ્થાનકોને યાદ કરવા પૂર્વક બને તો ૩-૩ ખમાસમણ દેવા, ન બને તો એક-એક પણ ખમાસમણ દેવું. આ રીતે વીશસ્થાનકની આરાધના કરવી જોઈએ. એ રીતે વિશે સ્થાનકના નામ સાથે વિશ લોગ્ગસ્સનો કાઉસ્સગ્ન થાય તો કરવો. આ રીતે વિશ વિહરમાનના નામ આપણે રોજ યાદ કરવાપૂર્વક. એક કે ત્રણ ખમાસમણ આપીને અને ૨૦ લોગસ્સનો કાઉસ્સગ્ન કરીને આરાધના કરવા ઉત્સાહ ફોરવવો. જીવનમાં રોજ આપણા મન-વચન-કાયાની ભૂલો, પ્રમાદ, આળસ, કષાય વગેરેનો આવેગ કે આવેશને જાણવાનો અને સંકલ્પપૂર્વક શક્ય પ્રયત્ન કરીને ઘટાડવાનો પ્રયત્ન કરવો. આચારમાં વ્યવસ્થિત ચુસ્ત કાળજીવાળા બનવું. મનની નિર્મળતાના આધારે આરાધનાનું ફળ અને મોક્ષની નિકટતા છે, માટે દરેક વાતમાં મનની નિર્મળતા કેળવવા લક્ષપૂર્વક કાળજી રાખશો. એ જ આરાધનામાં ઉજમાળ રહેશો. કામકાજ હોય તે જણાવશો. દેવદર્શનમાં યાદ કરશો. જાણવા જેવું અવશ્ય જણાવશો. કારતક સુદ-૧૫, વડોદરા. વિજય જયઘોષસૂરિની અનુવંદના 137

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162