________________
૧૧૫. જે આરાધનાઓ કરીએ છીએ તેના દ્વારા વૈરાગ્ય, અનાસક્તિ,
નિરીહતા, સમતા, અંતર્મુખતા વગેરેના સંસ્કાર આત્મામાં પડે તેનું ખાસ લક્ષ્ય રાખવું. આરાધનાની પ્રવૃત્તિ તો અહીં રહી જવાની છે, સંસ્કાર સાથે આવવાના છે. જેટલો રસ અને ભાવ વધુ ભળે, તેટલા
સંસ્કાર પડે. ૧૧૬. નિસ્પૃહતા ગુણને કેળવવા ખાસ પ્રયત્ન કરવો. સ્પૃહા સંક્લેશ, દુર્ભાવ,
અપેક્ષા, અસંતોષ વગેરે અનેક દોષોની જનની છે. ૧૧૭. બીજાની ભૂલો-ક્ષતિઓ મનમાં સંઘરી રાખવી અને પછી કોઈ પ્રસંગ
ઊભો થાય ત્યારે તે ભૂલો યાદ કરાવીને સંભળાવી દેવાની ચળ રાખવી
નહિ. ૧૧૮. કોઈ બાબતમાં કોઈની સાથે ક્લેશ કે મનદુઃખનો પ્રસંગ બને તો
મિચ્છામિ દુક્કડં માંગીને પરસ્પરની ક્ષમાપના કરી લેવી. પરંતુ બન્નેનો આવેશ સંપૂર્ણ શાન્ત થાય પછી જ ક્ષમાપના કરવી. પોતાનો આવેશ શાંત થયો હોય પરંતુ સામેની વ્યક્તિનો કષાય હજુ સંપૂર્ણ શમ્યો નથી
તેવું લાગતું હોય તો મિચ્છામિ દુક્કડં માંગવાની ઉતાવળ કરવી નહિ. ૧૧૯. અધિકૃત વ્યક્તિએ આશ્રિત વગેરેને થયેલી ભૂલ બદલ ઠપકો આપવો
પડે તો પણ વારંવાર નહિ આપવો. ભૂલ થતાંની સાથે તરત નહિ
આપવો. જાહેરમાં નહિ આપવો. કટુતાથી નહિ આપવો. ૧૨૪. વડીલોનો ઠપકો કે શિખામણ મળે તો ખોટું ન લગાડવું, સામે દલીલો
ન કરવી. શિખામણ કે ઠપકાને સહર્ષ સ્વીકારીને પાત્રતા ટકાવવી,
વિકસાવવી. ૧૨૫. નાની-નાની ક્ષુલ્લક બાબતોમાં દલીલો કે ચર્ચા કરીને પોતાનો કક્કો
ખરો કરવાનો પ્રયત્ન ન કરવો.
૧૩૫