Book Title: Shraman Auchitya Shiksha
Author(s): Muktivallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 146
________________ ૩૦. ૩૧. ૩૨. ૩૩. ૩૪. ૩૬. ૩૭. ૩૮. ૩૯. ૩૫. કોઈનું કોઈ કાર્ય સેવા-ભક્તિના લાભની બુદ્ધિથી કરવું. પ્રત્યુપકારની અપેક્ષા ન રાખવી. ૪૦. કોઈને કોઈના પર દુર્ભાવ થાય તેવી વાત ક્યારેય કરવી નહિ. પોતાની પ્રશંસા-આપબડાઈ ક્યારેય કરવી નહિ. ૪૧. બીજા પોતાની પ્રશંસા કરવા પ્રેરાય તેવો પ્રયાસ પણ ન કરવો. કોઈ પ્રશંસા કરે તો તેમને અટકાવી દેવા અથવા ઔચિત્યભંગ ન થાય તે રીતે પોતે ત્યાંથી દૂર ખસી જવું. આપણી દરેક સફળતા-વિશેષતા-ઉત્તમતા માટે યશ દેવ-ગુરુને આપવો. અન્યને આપવો. પ્રશંસાથી બહુ રાજી ન થવું, ફુલાઈ ન જવું. કોઈ કાર્યની યોગ્ય કદર-પ્રશંસા ન થાય તો મનમાં દીનતા ન લાવવી. કદરની અપેક્ષા જ શા માટે ? કોઈની પણ પાસેથી અમુક ચોક્કસ પ્રકારનાં વચન કે વર્તનની અપેક્ષા ન રાખવી. દરેકના ક્ષયોપશમ ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે. બધા આપણી ધારણા અનુસાર જ વર્તે તેવી અપેક્ષા ન રખાય. બીજાનો નાનો પણ ગુણ જોઈને ખૂબ રાજી થવું, ઉપબૃહણા કરવી. અન્યનો ઠપકો, આક્રોશ સમતાથી સહી લેવા. ભૂલ ન હોવા છતાં કોઈ ઠપકો આપે તો પ્રસન્નતાથી સાંભળી લેવો. બને ત્યાં સુધી ખુલાસો કરવો નહિ. ખુલાસો જરૂરી લાગે તો પણ તરત ન કરવો. અન્યના સત્કાર્ય આદિનો યશ અજાણતા પણ આપણા નામે ન ચડે તેનો ખાસ ઉપયોગ રાખવો. આત્મસંશોધન કરી પોતાના દોષો શોધી કાઢવા. પોતાના એક-એક દોષના નાશ માટે દેઢ પ્રણિધાન કરવું. થોડા થોડા સમયે તે પ્રણિધાનને યાદ કરી પોતાના તે દોષથી બચવા ખૂબ જાગૃત રહેવું. અન્યની અનુપ્રેક્ષા, ચિંતન, સુવાક્યો વગેરેનો પ્રવચન-પુસ્તકમાં ૧૨૭

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162