________________
૫૫. સહવર્તી મહાત્માઓના ગુણોને યાદ કરીને રોજ ખૂબ ભાવથી વંદન
કરવા. પ૬. રોજ સૂતી વખતે બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુ, શ્રી
સ્થૂલિભદ્રસ્વામી, શ્રીજંબુસ્વામી આદિનું નામસ્મરણ કરીને સૂવું. ૫૭. રોજ સમગ્ર વિશ્વનાં કલ્યાણની ભાવના ખૂબ ભાવપૂર્વક ભાવવી. ૫૮. કોઈના પણ અપરાધોને મનમાં સંઘરી ન રાખવા. ૫૯. ક્યારેય રીસાઈ ન જવું, મોઢું ચડાવીને ન બેસવું. ખોટું ન લગાડવું.
રીસથી વાપરવાનું ન છોડવું. ૬૦. શારીરિક પીડામાં પણ દીન ન બનવું. મનને સ્વસ્થ રાખવું, પ્રસન્ન
રાખવું
૬૧. દરેક પ્રવૃત્તિમાં આત્માને કેન્દ્રમાં રાખવો. આત્મશુદ્ધિ અને
આત્મગુણપ્રાપ્તિનું લક્ષ્ય રાખવું જ્ઞાન, પર્યાય, પદ, ઉંમર કે પ્રભાવકતા બીજા કરતાં વિશેષ હોય તો ક્યારેય મોટાઈનો ભાવ મનમાં ન લાવવો. હૃદયને સ્પર્શી ગયા હોય તેવા વડીલોની વાચનાના હિતશિક્ષાના વચનો નોંધી રાખવા અને અવારનવાર વાંચી જવા. સંયમશુદ્ધિ અને નિર્મળ પરિણતિ માટે ગુરુ ભગવંતની અનુમતિ લઈને
વિશિષ્ટ નિયમો-અભિગ્રહો ધારણ કરવા. ૬૫. પોતાનો ત્યાગ આદિના તમામ નિયમો પોતાની આરાધનાપોથીમાં
નોંધી રાખવા અને અવારનવાર વાંચી જવા. ૬૬. હું મુનિ છું તે વાતનું સતત સ્મરણ રાખવું. કોઈ પણ વચન કે વ્યવહાર
ગૃહસ્થ જેવા ન હોવા જોઈએ. ૬૭. વૈરાગ્યની જ્યોતને સતત જવલંત રાખવી. દરેક ઘટનાને વૈરાગ્યની
દૃષ્ટિથી મૂલવતા શીખવું
૧૨૯