Book Title: Shraman Auchitya Shiksha
Author(s): Muktivallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 147
________________ ૪૬. ઉપયોગ કરતી વખતે ખ્યાલ હોય તો મૂળ સર્જકનાં નામનો ઉલ્લેખ કરવો. આ આપણી પોતાની બુદ્ધિની નીપજ છે તેવો ભ્રમ કોઈનેય ન ઉપજે તેવી રીતે રજૂઆત કરવી. ૪૨. કોઈને ભોંઠા પાડવા નહિ. કોઈની ભૂલ પુરવાર કરવાનો કે તેની પાસે ભૂલનો એકરાર કરાવવાનો પ્રયાસ ન કરવો. યોગ્ય અવસર જણાય તો ભૂલ સુધારવાનો વાત્સલ્યપૂર્વક અને વિવેકપૂર્વક પ્રયાસ કરાય. ૪૪. કોઈને શારીરિક વિકલતા કે ક્ષયોપશમની મંદતા હોય તો મશ્કરી ન કરવી. સહાયક બનવું. ૪૫. ઠઠ્ઠામશ્કરી, ગપ્પા-વિકથામાં પડવું નહિ. માન-સન્માનના લોભથી વ્યાખ્યાતા, લેખક, પ્રભાવક, પદવીધર બનવાના અભરખા ન કરવા. ગુરુદેવ સામેથી વ્યાખ્યાન આદિની આજ્ઞા ન કરે ત્યાં સુધી સ્વયં ઈચ્છા ન કરવી. જીવનમાં ખૂબ અંતર્મુખતા કેળવવી. બાહ્યપ્રવૃત્તિમાં રસ ન કેળવવો. ૪૮. લઘુ પર્યાયમાં ઉત્સવ-મહોત્સવ વગેરેનો રસ કેળવવો. ગૃહસ્થોનો બહુ પરિચય ન કેળવવો. ૪૯. મનમાં કોઈ સંકલ્પ-વિકલ્પ ઊઠવા ન દેવા. મનને સતત શુભમાં રમતું રાખવું ૫૦. કોઈ ગૃહસ્થની પણ નિંદા-મશ્કરી ક્યારેય કરવી નહિ. ૫૧. ચતુર્વિધ સંઘ પ્રત્યે દિલમાં અત્યંત બહુમાનભાવ રાખવો. પર. મરણસમાધિ માટે રોજ ગગદ હૈયે પ્રભુજીને પ્રાર્થના કરવી. ઐસી દશા હો ભગવદ્ જેવા સ્તવનનું આલંબન લઈ શકાય. પ૩. રોજ અંતઃકરણથી સર્વ જીવોની ક્ષમાપના કરવી. ૫૪. રોજ ખૂબ ભાવથી ચતુર્વિધ સંઘને નમસ્કાર કરવા. – ૧૨૮ -

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162