________________
૨૦.
૧૯. પ્રવચન પૂર્ણ કર્યા બાદ “વીતરાગની આજ્ઞા વિરુદ્ધ કાંઈ બોલાયું હોય
તો મિચ્છામિ દુક્કડ” બોલવાનો ખાસ ઉપયોગ રાખવો. પોતે લખેલ લેખકે પુસ્તકના અંતે અથવા પ્રસ્તાવનામાં “વીતરાગની આજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડ” તેમ લખવાનો ખાસ ઉપયોગ રાખવો. પોતાના લખેલા લેખ, પુસ્તક, ગ્રન્થ આદિ પ્રકાશિત કરતા પૂર્વે અન્ય કોઈ વિદ્વાન પાસે સંશોધન કરાવીને પછી પ્રકાશિત કરાવવા. દવાની ગોળી પર અક્ષર લખેલા હોય તો તે દૂર કરીને પછી જ ગોળી
મુખમાં નાંખવી. ૨૩. અક્ષર છાપેલા હોય તેવાં કપડાં, ચશ્માં વગેરે ન પહેરવાં. અક્ષરો દૂર
કરીને પછી જ વાપરવાં. બોલતી વખતની જેમ ખાંસી, છીંક, બગાસા વખતે પણ મુહપત્તિનો
ઉપયોગ રાખવો. ૨૫. કોઈ પણ ક્રિયા તેના સમયે કરવી. વિશેષ કારણ સિવાય આગળ
પાછળ ન કરવી. ૨૬. સૂતી વખતે કાનમાં કૂંડલ નાંખવાનો-માથાબંધન બાંધવાનો ખાસ
ઉપયોગ રાખવો. ૨૭. વાપર્યા બાદ ચૈત્યવંદન કર્યા પહેલાં પાણી વાપરવું નહિ.
ગરમ પાણીના સેકની કોથળી માલિકીની રાખવી નહિ. સામાન્ય કારણોમાં સેકની થેલીનો ઉપયોગ કરવો નહિ. વિશેષ કારણથી જરૂર પડે ત્યારે ગૃહસ્થ પાસેથી યાચવી. સેકનું કાર્ય પૂર્ણ થયા બાદ તે થેલીનાં પાણીમાં ચૂનો નાંખી થેલી બરાબર હલાવવી. તે પછી જ પાણી ખાલી કરવું. પાણી ગરમ હોય તો થોડું ઠંડુ થયા બાદ પરઠવવું. પાણી ખાલી કર્યા બાદ થેલીનું ઢાંકણું ખુલ્લું રાખી ઊંધી લટકાવવી.
૧૨૨