________________
૭૬.
૭૨. અન્યને જુગુપ્સાનું કારણ ન બને તે માટે અથવા અસહિષ્ણુતાના
કારણથી અતિશય મેલાં કપડાં ન અનુકુળ આવે તો પણ એકદમ ઉજળાં કપડાં પહેરવાની વૃત્તિ ન રાખવી, ઓછામાં ઓછા ૨૦કે ૧૫દિવસ પહેલાં કાપ નહિ કાઢવાની ટેક રાખવી.
અડધા કાપથી ચાલે તેવું હોય તો આખો કાપ ન કાઢવો. ૭૪. અતિવિશિષ્ટ કારણ સિવાય સવારે વહેલાસર ઊઠી જવું મોડા ઊઠવાની
આદત સંયમજીવનમાં શોભે નહિ. ૭૫. શ્રમણપણાને ન છાજે તે રીતે જોરજોરથી હસવું નહિ. કોઈની મશ્કરી
કરવી નહિ. કોઈની મિમીક્રી કરવી નહિ. મકાનમાં વિજાતીયની અવરજવર ઓછી રહે તે ઈચ્છનીય. સાંજે સૂર્યાસ્ત પછી અને સવારે સૂર્યોદય પહેલાં તો મકાનમાં વિજાતીયની
હાજરી ન જ રહે તે ચુસ્તતા ખાસ રાખવી. ૭૭. મચ્છર આદિના નિમિત્તે મકાનમાં ધૂપ કે ધુમાડા કરાવવા નહિ.
અગરબત્તીઓ મૂકાવવી નહિ કે અન્ય તેવા આરંભ-સમારંભવાળા
ઉપાયો કરવા નહિ. ૭૮. લોચ કરાવવા માટે અત્યંત એકાત્ત સ્થાનમાં કે બંધ રૂમમાં બેસવું ૭૯. મૂક બધિર, મંદબુદ્ધિ, અપંગ આદિ કોઈની મશ્કરી કરવી નહિ.
જે આસન પર કે સ્થાન પર કોઈ બહેન બેઠેલા હોય તે ઊભા થયા પછી બે ઘડી ન થાય ત્યાં સુધી તે સ્થાન પર બેસવું નહિ. જે સ્થાન પર પુરુષ બેઠેલા હોય તે સ્થાન પર સાધ્વીજીએ ત્રણ પ્રહર સુધી ન
બેસવું ૮૧. સાધ્વીજી મહારાજ આદિ કોઈપણ વિજાતીય સાથે પત્રવ્યવહાર રાખવો
નહિ, વિશેષ કારણથી પત્રવ્યવહાર થાય તો ગુરુ ભગવંતની અનુજ્ઞા મેળવીને જ પત્રવ્યવહાર કરવો. જતી-આવતી બધી ટપાલ ગુરુભગવંતને-વડીલને અવશ્ય વંચાવવી.
૧૧૮