________________
૧.
૩.
૪.
૬.
૭.
૮.
(૧૬ ઉપયોગઔચિત્ય
એક કાર્યમાંથી બીજા કાર્યમાં જતા વચ્ચે સમય ન બગાડવો. તરત બીજા કાર્યમાં લાગી જવું.
સમય એ અત્યંત કિંમતી ધન છે. એક મિનિટ પણ ખોટી ન વેડફાય તેની ખાસ કાળજી રાખવી.
બોલતી વખતે મુહપત્તિનો ઉપયોગ રાખવો. પ્રયત્નપૂર્વક તેની ટેવ પાડવી.
ચાલતા-ચાલતા વાતો કરવી નહિ, જેથી ઈર્યા સમિતિનો ઉપયોગ રહે અને ચાલતી વખતે બોલવાથી મુહપતિનો ઉપયોગ છૂટી જવાની શક્યતા રહે. તેમાંય વિહાર દરમ્યાન હાથમાં દાંડો, ઘડો વગેરે વસ્તુ પકડેલી હોય ત્યારે મુહપત્તિનો ઉપયોગ ખૂબ જ મુશ્કેલ છે.
કાપ કાઢતા કાઢતા પણ બને ત્યાં સુધી બોલવું નહિ, વાતો કરવી નહિ. કારણ કે ત્યારે પણ મુહપત્તિનો ઉપયોગ ન જળવાય.
વિશેષ કારણથી લીધેલી છૂટ કે સેવેલો અપવાદ કારણ દૂર થતા તરત છોડી દેવા.
ચાલતી વખતે ઈર્યાસમિતિનો ઉપયોગ ખાસ જાળવવો. નીચે બરાબર જોઈને ચાલવું. મકાનની અંદર ચાલવાનું થાય ત્યારે પણ ઈર્યાસમિતિ અચૂક પાળવી.
મકાનમાંથી નીકળતા ‘આવસહિ’ અને પ્રવેશ કરતા નિસિહિ’ બોલવાનો ઉપયોગ રાખવો.
૧૧૯