________________
૨૯. ગેલેરીમાં-બાલ્કનીમાં ઊભા ન રહેવું. મકાનની બારીમાંથી પણ બહાર
નજર ન કરવી. બારીમાંથી નજીકના કોઈ ગૃહસ્થનાં ઘરમાં નજર પડતી હોય તો બારી ખુલ્લી ન રાખવી. બેઠા બેઠા ગૃહસ્થનાં ઘરમાં
નજર પડે તેવી જગ્યાએ આસન ન રાખવું. ૩૦. સાધુ ભગવંતની ચીજ પણ તે ચીજના માલિક સાધુ ભગવંતને પૂછ્યા
વગર અડવી નહિ-લેવી નહિ. ૩૧. નિષ્કારણ મકાનની બહાર નીકળવું નહિ. મકાનમાં પણ નિષ્કારણ
આંટા મારવા નહિ. ૩૨. કોઈ પ્રસંગવિશેષથી બધા મહાત્માને એકસાથે બહાર જવાનું થાય
ત્યારે એકાદ સાધુ ભગવંતને વસ્તીપાલક તરીકે રાખીને જવું. મકાન
રેઢું ન મૂકવું. ૩૩. ગૃહસ્થોની ધંધાની, બજારની, સગપણની, લગ્ન વગેરેની વાતો જાણવાનું
કૌતુકન રાખવું તેવી વાતો સાંભળવી નહિ, તેવી વાતોમાં રસ ન લેવો
અને તેવી બાબતમાં કોઈ પણ અભિપ્રાય કે સલાહ-સૂચન ન આપવા. ૩૪. ક્યારેય શરતની ભાષા વાપરવી નહિ. ૩૫. કયારેય સોગંદ ખાવા નહિ. ૩૬. કોઈ દ્રવ્ય વાનગી વાપરવાની હરિફાઈ કરવી નહિ. ૩૭. કોઈને ભવિષ્યની કોઈ ઘટના માટે નિશ્ચિત અંદેશો આપવો નહિ.
ભવિષ્યકથન કરવું નહિ. ૩૮. ગૃહસંસારની કોઈ પણ બાબતો માટે મુક્ત પ્રદાન કરવું નહિ, માર્ગદર્શન
આપવું નહિ. ૩૯. કોઈ પણ વાતમાં વટ ઉપર ન આવી જવું. ૪૦. હાથમાં હાથ મીલાવવા, દોસ્તની જેમ ખભે હાથ મૂકવો વગેરે
ગૃહસ્થોચિત વર્તન વ્યવહાર કરવા નહિ.
૧૧૪