________________
૧૮.
૧૯.
૨૦. સંસારી માતુશ્રી સાથે પણ એકલા એકાન્તમાં બેસી વાત કરવી નહિ, રસ્તામાં ઊભા રહીને વાત ન કરવી. વડીલ પૂજ્યશ્રીની નજર પડે તે રીતે ઊપાશ્રયમાં બેસવું.
૨૧.
નબળા નિમિત્તોથી હંમેશા દૂર રહેવું. મનમાં વિકાર કે કલુષિતતા પેદા કરે તેવા નિમિત્તોથી બચવું.
વિજાતીય સાથે વાત કરવાનો પ્રસંગ ટાળવો. વાત કરવી જ પડે તો નીચી દ્દષ્ટિ રાખીને વાતો કરવી.
૨૨.
ન
સજાતીયનો પણ સ્પર્શ ન કરવો. વંદન વખતે હાથ મૂકવા સિવાય સ્પર્શ ન કરવો. શારીરિક મજાક-મસ્તી બિલકુલ ન કરવી.
માંદગી આદિ કારણસર પગ-માથું-શરીર દબાવવાની સેવાની જરૂર પડે તો પણ બને ત્યાં સુધી બાળ કે યુવાન સાધુએ બાળ કે યુવાન સાધુની સેવા ન લેવી. ગ્રુપના પ્રૌઢ સાધુએ આવી સેવા માટે ઉત્સાહિત રહેવું. ૨૩. ગૃહસ્થો પાસે પણ શરીર-વિશ્રામણાની ટેવ ન પાડવી. ગૃહસ્થ ભક્તિભાવથી આગ્રહ કરે તો પણ નિષેધ કરવો. સામાન્ય કારણમાં કે અકારણ પગ દબાવડાવવાની આદતથી દેહાધ્યાસની પુષ્ટિ થાય છે. ૨૪. સમૂહમાં પાઠ ચાલતો હોય તો દરેકના પ્રત-પુસ્તક અલગ રાખવા જેથી એકદમ નજીક અડીને બેસવું ન પડે. બે જણ વચ્ચે સામાન્ય અંતર રાખવું.
નાના બાળકોને રમાડવા નહિ.
૨૫.
૨૬. યુવાનો-કિશોરો સાથે પણ મજાક-મસ્તી-સ્પર્શ વગેરે કરવા નહિ. ૨૭. પોતાનું આસન કે બેઠક અલગ રૂમમાં ન રાખવા. એકાન્તમાં એકલા ન બેસવું. જાહેરમાં બધાની સાથે જ બેસવું.
૨૮. સ્વાધ્યાયાદિનાં પ્રયોજનથી પણ માત્ર બે સાધુ ભગવંતે એકાન્તમાં નહિ બેસવું. તેમ, એકલા કોઈ ગૃહસ્થ સાથે રૂમમાં કે એકાન્તમાં બેસીને વાત ન કરવી, જાહેરમાં બેસવું.
૧૧૩