________________
રાઈ પ્રતિક્રમણ કરતી વખતે પચ્ચખાણ માટે હજુ ગુરુ ભગવંતને પૂછવાનું બાકી હોય તો તપચિંતવણી કાયોત્સર્ગમાં પોતાની ધારણાની સાથે એવું ધારવું કે પૂજ્ય ગુરુ ભગવંત જેની અનુજ્ઞા ફરમાવે તે પચ્ચકખાણ મારે કરવાનું છે. પર્વતિથિએ આયંબીલ-ઉપવાસ આદિ વિશેષ તપશ્ચર્યા કરવી. વિશેષ તપ ન થઈ શકે તો મીઠાઈ આદિ દ્રવ્યોનો તે દિવસે અચૂક ત્યાગ
કરવો.
૧૧.
૧૨.
૧૦. વરસમાં ઓછામાં ઓછું એક શુદ્ધ આયંબિલ અને ઓછામાં ઓછી
એક લુખ્ખી નીવી કરવાનો અભ્યાસ રાખવો. પાપડ, ખીચીયા, મુખવાસ, છૂંદો મુરબ્બો, અથાણાં, સ્વાદીષ્ટ ચૂર્ણો આમળા, લૂકોઝ પાવડર, ટેન્ગ પાવડર, શીંગ-ચણા વગેરે પરચૂરણ દ્રવ્યોનો શક્ય બને ત્યાં સુધી ત્યાગ જ રાખવો. ગોચરી વાપરતા પૂર્વે ધન્ના અણગાર જેવાં તપસ્વી મહામુનિઓનું નામસ્મરણ કરવું. મિષ્ટાન્ન-ફરસાણ આદિ વિશિષ્ટ દ્રવ્યોનો સંપૂર્ણ ત્યાગ ન થઈ શકે તો પણ મહિનામાં પાંચ કે સાત વારથી વધારે નહિ વાપરવાનો નિયમ
રાખવો અને તેમાંય પ્રમાણમર્યાદા ધારી શકાય. ૧૪. સવારનું અને સાંજનું પચ્ચખાણ તેમજ તિવિહાર કે મુઠસીનું
પચ્ચકખાણ પણ ગુરુમહારાજ કે રત્નાધિક પાસે લેવું. જાતે જ ન લઈ લેવું.