Book Title: Shraman Auchitya Shiksha
Author(s): Muktivallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 128
________________ ૧૨. ૧૩. ૧૦. અજીર્ણ થાય તો ઉપવાસ કે લાંઘણ કરી દેવા. ૧૧. દિવસે સૂવાની બિલકુલ ટેવ ન પાડવી. વિહાર આદિના શ્રમને કારણે સૂવું પડે તો પણ વધારે વખત સૂઈ ન રહેવું. ૧૫-૨૦ મિનિટ જેવાં ટૂંકા સમયમાં ઊઠી જવું. સવારે વહેલા ઊઠવાની ટેવ પાડવી. વિહાર ન હોય અને સ્થિરતા હોય તો પણ ઊઠવામાં પાંચ વાગ્યાથી મોટું ન કરવું. સૂર્યાસ્ત પછી એકપ્રહરે સંથારાપોરિસી ભણાવવાનો સમય છે. સામાન્ય સંયોગોમાં તેથી વહેલા ન સૂવું તેમ રાત્રે ખૂબ મોડે સુધી જાગવાની ટેવ પણ ન પાડવી. વિશેષ આરાધના માટે જાગવાનું હોય તો ગર્વજ્ઞાથી જાગવું. તેવા પ્રસંગે સંથારાપોરિસિ સમયસર ભણાવી લેવી. ૧૪. કાપ કાઢવા બેઠા પછી ઊભા થતી વખતે ભીની જગ્યામાં પગ લપસી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. ૧૫. ભીંતને અડીને ન બેસવું, સહેજ દૂર બેસવું. ટેકો દઈને બેસવાની ટેવ ન પાડવી, ટટ્ટાર બેસવું. ૧૬. પોતાની જગ્યાએથી નિષ્કારણ ઊઠવું નહિ. નિષ્કારણ આંટા ન મારવા. સ્થિરાસનનો અભ્યાસ કેળવી કાયાની ચંચળતાને રોકવી. ૧૭. બને ત્યાં સુધી લાંબા પગ કરીને બેસવું નહિ. બને ત્યાં સુધી ધાબળા વાપરવા નહિ. ઠંડી સહન ન જ થાય તો વધારાની કામળી રાખવી. પણ ધાબળા ન વાપરવા. માંદગી જેવાં કારણથી ધાબળાની જરૂર પડે તો ગૃહસ્થ પાસેથી વાચી લેવા અને જરૂર પૂરી થતાં પાછાં ભળાવી દેવા પણ પોતાની માલિકી કરવી નહિ. ૧૯. કોઈ ગ્લાન સાધુ ભગવંતને ડૉકટર કે વૈદ્ય પાસે લઈ જવાનું થાય અથવા કોઈ ગ્લાન સાધુ ભગવંત માટે ડોકટર કે વૈદ્યને બોલાવવાનું થાય ત્યારે જે મુખ્ય પ્લાન છે અને જેમના પ્રયોજનથી જ ડોકટર કે વૈદ્ય સાથેની આ મુલાકાત ગોઠવાઈ છે તે સિવાય અન્ય મહાત્માએ મામૂલી તકલીફો માટે ડોકટર-વૈદ્યને બતાવવાની ઈચ્છા ન કરવી. ન ૧૦૯ ~

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162