________________
૨૮. દૂરત, અનુપયોગ કે કાનની તકલીફ જેવાં કોઈ પણ કારણસર
આપણી વાત સામી વ્યક્તિને ન સંભળાય કે ન સમજાય અને તેથી બે-ત્રણ વાર વાત રિપીટ કરવી પડે તો જરા પણ કંટાળવું નહિ. ચીડ
કરવી નહિ. મોઢા પર કંટાળાના ભાવ લાવવા નહિ. ૨૯. “જે કારપૂર્વક કોઈ વાત કરવી નહિ. ૩૦. ગૃહસ્થ કોઈ પ્રયોજનથી આવીને બેઠા હોય અને પછી જવા માટે હું
જાઉં? જેવા પ્રશ્નથી રજા માંગે તો સંમતિદર્શક જવાબ ન આપવો.
પણ માત્ર “ધર્મલાભ” કહેવો. ૩૧. બોલતી વખતે મુહપત્તિના ઉપયોગનો ખાસ અભ્યાસ પાડવો. ખાંસી,
છીંક, બગાસા વખતે પણ મુહપત્તિનો ઉપયોગ રાખવો. ૩૨. કાજો લેતા લેતા પણ બને ત્યાં સુધી બોલવું નહિ. ૩૩. વ્યાખ્યાન કે વાચના ચાલુ હોય ત્યારે કોઈની સાથે ધીમા અવાજે
પણ વાત કરવી નહિ. ૩૪. સાધુ ભગવંતોને તેમનાં નામથી જ આદરપૂર્વક બોલાવવા. કોઈ
ઉપનામ પાડવા નહિ. ૩૫. બાપા, કાકા, મામા, દાદા, બેટા જેવા સાંસારિક સંબંધવાચક શબ્દોનો
ઉપયોગ સાધુ મહારાજ માટે કરવો નહિ. ૩૬. સંસારી સંબંધીઓનો ઉલ્લેખપિતાજી, માતાજી, ભાઈ,બહેનવગેરે
રૂપે કરવાનો પ્રસંગ આવે ત્યારે આગળ “સંસારી' વિશેષણનો પ્રયોગ
કરવો. તેવા સંબંધવાચક શબ્દના સંબોધનનો પ્રયોગ તો ક્યારેય ન કરવો. ૩૭. ઉપશમિત થયેલા કલહની ઉદીરણા થાય તેવા વચન બોલવા નહિ. ૩૮. ખાવું પીવું ધોવું, પેશાબ કરવો, સંડાસ જવું બંધ કરવું, ઉઘાડવું
વગેરે ગૃહસ્થપ્રાયોગ્ય કે સાવદ્ય ભાષાનો પ્રયોગ કરવો નહિ. જાહેરમાં પ્રવચનમાં સંઘની, ટ્રસ્ટીની કે અન્ય કોઈની ટીકા ન કરવી કોઈને ઉતારી ન પાડવા. ટ્રસ્ટી આદિની કાંઈ ભૂલ જણાય તો ખાનગીમાં ધ્યાન દોરી શકાય.
૩૯
૯૮