________________
૪૧. ૨૪ ભગવાનનાં કલ્યાણકનું કોષ્ટક પોતાની પાસે રાખવું અને જે
તિથિએ જે ભગવાનનું જે કલ્યાણક હોય તેની શક્ય બને તો એક માળા ગણવી. પાંચ કલ્યાણકના જાપ માટે પ્રભુજીનાં નામ સાથે નીચેના મંત્ર જોડી
૪૨.
દેવા.
૧. ચ્યવન ...............................પરમેષ્ઠિને નમઃ ૨. જન્મ..................................અહત નમઃ ૩. દીક્ષા...........................નાથાય નમઃ ૪. કેવલજ્ઞાન...............................સર્વજ્ઞાય નમઃ ૫. નિર્વાણ.
.પારંગતાય નમઃ | ૪૩. શક્ય બને ત્યાં સુધી પોષ દસમીની આરાધના નિમિત્તે દર મહિનાની
વદ દસમે જાપ આદિ વિધિ સહિત એકાસણું કરવું. ૪૪. સંવત્સરીનો અટ્ટમ પર્યુષણમાં અથવા તે પહેલાં કે પછી શક્ય બને
ત્યાં સુધી અવશ્ય કરવો. શક્ય ન જ બને તો ઉપવાસ-આયંબિલ આદિથી વાળી આપવો. તે જ રીતે ચોમાસીનો છઠ્ઠ અને પક્ઝીનો
ઉપવાસ પણ વાળી આપવો. ૪૫. પ્રભુજી સન્મુખ બોલવાની ગુજરાતી સ્તુતિઓનો મોટો ભંડોળ કંઠસ્થ
રાખવા જેવો છે. રોજ દેરાસરમાં તીર્થભૂમિમાં, ક્યારેક અસ્વસ્થતા હોય ત્યારે કે ક્યારેક કોઈને માંદગીમાં શાતા-સમાધિ આપવા માટે ખૂબ જ ઉપયોગી બને. અરિહંત વંદનાવલી કે રત્નાકર પચ્ચીસી
જેવા સ્તુતિસંગ્રહ વિશેષ ભાવોત્પાદક બની શકે. ૪૬. અવારનવાર પંચ પરમેષ્ઠિના ગુણોનો વિચાર કરવો. પંચ પરમેષ્ઠિના
૧૦૮ ગુણો યાદ કરવા. ૪૭. અવારનવાર પંચ પરમેષ્ઠિના ઉપકારોને યાદ કરવા.
૧૩