________________
૬૨.
૬૦. પ્રભુશાસનમાં થયેલા વિશિષ્ટ જ્ઞાની શાસ્ત્રસર્જક આચાર્ય ભગવંતોને
યાદ કરી રોજ ભાવવંદન કરી શકાય. ૬૧. શાસ્ત્રોમાંથી ભાવસાધુનાં લક્ષણો જાણી તેનું આલંબન લઈને
આત્મસંશોધન કરવું શ્રી દશવૈકાલિકસૂત્ર, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર વગેરે શાસ્ત્રોમાં ઠેર ઠેર મુનિ માટે જુદા જુદા સુંદર નામો અને વિશેષણો પ્રયોજવામાં આવ્યા છે. તેનો સંગ્રહ કરી તે બધા નામો અને વિશેષણોને પોતાના જીવનમાં
સાર્થક કરવાનો વિશેષ પ્રયાસ કરવો. ૬૩. સાધનાને વધુ સક્રિય અને જીવંત બનાવવાની પ્રેરણા જેમાંથી મળે
તેવા શાસ્ત્રવચનોનો સાધના સૂત્રો રૂપે સંગ્રહ કરી તે સંગ્રહનું અવાર
નવાર પારાયણ કરવું ૬૪. સાધનાની ઊંચી ભૂમિકાઓ અને યાવત્ ક્ષપક શ્રેણીના ભાવો સંપાદિત
થાય તેવા મંગળ મનોરથો રોજ કરવા. પૂર્ણિમા વગેરે વિશિષ્ટ પર્વોમાં માનસિક રીતે શ્રી શત્રુંજ્યતીર્થની ભાવયાત્રા કરવી. શત્રુંજયતીર્થનાં એક એક સ્થાન, એક એક ટૂંક વગેરેને માનસપટ પર લાવી ભાવયાત્રા કરવી. દર્શનશુદ્ધિ માટે યોગ્ય અવસરે વિહરમાન તીર્થંકર શ્રી સીમંધરસ્વામીની ભાવયાત્રા કરવી. આત્મવિશુદ્ધિ અને વિશ્વકલ્યાણ માટેના કેટલાક પ્રાર્થના-વાક્યોની નોંધ કરવી અને તે પ્રાર્થનાવાક્યોથી અવસરે એકાગ્રતાપૂર્વક પ્રાર્થના કરવી. તેવા પ્રાર્થના સૂત્રોના જાપ પણ કરી શકાય. જે જે દેરાસરોનાં દર્શન થાય તેના મૂળનાયક પ્રભુનાં નામ યાદ રાખવા અને તે રીતે ક્રમશઃ રોજ યાદ કરવા. આ રીતે રોજ માનસિક ચૈત્ય પરિપાટી કરવાનો અભ્યાસ કરવાથી જીવનભર કરેલા હજારો દેરાસરોના મૂળનાયક પ્રભુનાં નામો સરળતાથી યાદ રહી જાય.
- ૧૦૫ ~
૨૫.
૬૭.
૬૮.