________________
પ્રભુ ભજ્યાદિઆરાધનાઔચિત્ય,
૧. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. રચિત અમૃતવેલની સજઝાય
અવશ્ય ગોખી લેવી જોઈએ. રોજ એકવાર અવશ્ય તેનો સ્વાધ્યાય કરવા યોગ્ય છે. આત્મપરિણતીને નિર્મળ કરવાનું આ એક ઉત્તમ સાધન છે. પંચસૂત્રનું પ્રથમ સૂત્ર કંઠસ્થ કરી લેવા જેવું છે. શક્ય બને તો રોજ ત્રિકાલ, નહિતર છેવટે રોજ ઓછામાં ઓછો એકવાર તેનો પાઠ કરવા જેવો છે. પ્રતિદિન શ્રીનમસ્કાર મહામંત્રની એકમાળા તો અચૂક ગણવી. ગૃહસ્થાવસ્થામાં પોતે જે પ્રભુજીની નિત્ય પૂજા કરતા તે પ્રભુજીનાં નામની એક માળા કૃતજ્ઞભાવે અવશ્ય ગણવી જોઈએ. જે દિવસે જે સ્થાનમાં સ્થિરતા હોય તે સ્થાનનાં દેરાસરના મૂળનાયક
પ્રભુજીનાં નામની એક માળા ગણવાનો અભ્યાસ પાડવો. ૬. વિહાર કરીને કોઈ પણ ક્ષેત્રમાં પહોંચ્યા બાદ ત્યાંનાં દેરાસરમાં દર્શન
ચૈત્યવંદન કર્યા પહેલાં મુખમાં પાણી પણ ન નાંખવું. ૭. વિહાર દરમ્યાન વચ્ચેના કોઈ ગામમાં દેરાસર હોય તો બને ત્યાં
સુધી તેનાં દર્શન ઉલ્લંઘવા નહિ. દર્શન કરીને જ આગળ વધવું. પ્રભુ દર્શન એ સમ્યગુદર્શનનું પ્રધાન કારણ છે. તેથી જુદા જુદા દેરાસરનાં દર્શન કાજે ચૈત્યપરિપાટીનો ખાસ રસ કેળવવો. પવતિથિના દિને ચૈત્યપરિપાટી અવશ્ય કરવી.
– ૯૯ -