________________
(૧૧)તપ-ત્યાગ ઔચિત્ય
૧.
૨.
નવકાર
શક્ય બને તો નિત્ય એકાસણાં જ કરવાં. નવકારશીમાં સ્વાધ્યાયવ્યાઘાત, પાચનતંત્ર કેનિસર્ગતંત્રની અનિયમિતતા-અસ્તવ્યસ્તતા, સુસ્તિ-જડતા, દોષિત ગોચરીની સંભાવના, ઉષ્ણની અપેક્ષા વગેરે અનેક દોષો સંભવિત છે. તેથી બને તો એકાસણાં જ કરવા. એકાસણાં શક્ય ન હોય તો બેસણાં કરવાં પણ છૂટી નવકારશી તો ટાળવી. નવકારશી, પોરિસી કે સાઢપોરિસી વગેરે જે પચ્ચકખાણ ધાર્યું હોય તેનો સમય થઈ ગયાની પૂરી ખાત્રી કરીને પછી જ પચ્ચકખાણ પારવું થોડો સમય ઉપર જવા દેવો. શારીરિક આદિ કારણસર નવકારશી પચ્ચકખાણે વાપરવું પડે તો પરિમિત બે કે ત્રણ દ્રવ્યથી સ્કૂર્તિથી નવકારશી કરી લેવી. ચા નો ત્યાગ જ રાખવો. માંદગી આદિકારણથી પણ “ચા”ની ટેવન પાડવી. શક્ય હોય તો સાંજે સૂર્યાસ્તની બે ઘડી પહેલાં પાણી ચૂકવવાની ટેવ પાડવી. છેવટે એક ઘડી પહેલા ચૂકવવાની ટેવ તો રાખવી. સાવ છેલ્લી મિનિટોમાં પાણી ચૂકવવાની ટેવ ન પાડવી. પૂરી ખાતરી વગર સૂર્યોદય થઈ ગયો છે, નવકારશી પચ્ચખાણ આવી ગયું છે, સૂર્યાસ્ત થઈ ગયો છે વગેરે વિધાનો ન કરવા. ગુરુ ભગવંતને પૂછીને જ, તેઓશ્રી જે કહે તે જ પચ્ચખાણ ધારવુંલેવું. કોઈ વિશેષ પચ્ચકખાણની ભાવના હોય તો ભાવના જણાવી શકાય પણ આગ્રહ ન રાખવો.