________________
૭૧. સંયમજીવનના હાર્દને સમજવા માટે શ્રમણ સૂત્રો સાથે, શ્રી
દશવૈકાલિક સૂત્રના અર્થ તથા પિંડવિશુદ્ધિના અર્થ ખાસ ભણી લેવા. ૭૨. સંસ્કૃત-પ્રાકૃત વાંચનમાંતો માસ્ટરી મેળવવી. સાથે સાથે સંસ્કૃત-પ્રાપ્ત
લખતા અને બોલતા પણ શીખવું. લખવા અને બોલવાનો પ્રયાસ કરતા રહેવું. શ્રમણ-મિત્રો સાથે પરસ્પર પ્રેરશ્નોત્સાહકપત્રવ્યવહાર ચાલતો
જહોયતો સંસ્કૃત-પ્રાકૃતમાં લખવાનો અભ્યાસ પાડવો. ૭૩. પ્રસિદ્ધ છંદોનું જ્ઞાન મેળવી લેવું અને ભિન્ન ભિન્ન છંદોમાં શ્લોકો
રચવાનો પણ અભ્યાસ પાડવો. ૭૪. જ્ઞાનભંડારો વ્યવસ્થિત કરવા, જ્ઞાનભંડારનાં પુસ્તકોને પૂંઠાં ચડાવવાં,
પુસ્તકોની વ્યવસ્થિત યાદી બનાવવી વગેરે જ્ઞાનની વિશેષ પ્રકારની ભક્તિ છે. પોતાની અનુકૂળતા અને આવડત હોય તે મુજબ આ
લાભ ખાસ લેવો. ૭૫. પોતાની અધ્યયનની નોટો ઘણાં વર્ષ સુધી ટકે તેવી બનાવવી અને
સંભાળીને રાખવી. રોજ રાત્રે ઓછામાં ઓછી ૫૦૦, ૨૦૦ કે ૧૦૦ ગાથાનો પણ સ્વાધ્યાય કર્યા વિના નહિ સૂવાની ટેક રાખવી. ગુરુગમથી શાસ્ત્રો ભણવા. ગુરુ ભગવંત જાતે વાંચવાની રજા આપે તો જ જાતે વાંચવા. કોઈ પણ ગ્રન્થાદિનું અધ્યયન-વાંચન
ગુરુભગવંતની અનુજ્ઞા લઈને જ કરવું ૭૮. પાઠ-વાંચન ચાલુ હોય ત્યારે બીજી કોઈ અસંબદ્ધ વાત કે ચર્ચા કરવી
નહિ. વાતો કરવા બેસી ન જવું. ચાલુ પાઠ કોઈ ગૃહસ્થને મળવા
બેસી ન જવું ૭૯. જે ભણવું તે સંગીન ભણવું ઘણાં વિષયો એક સાથે ભણવાનો મોહ
ન રાખવો. –– ૮૪
~
૭૬.