________________
મરણપથારીએ હોય ત્યારે તેમને શું સંભળાવવું નિર્ધામણા કેવી રીતે
કરાવવા તે આવડવું જોઈએ. ૨૦. કોઈ ગૃહસ્થ બિમાર હોય અને સમાધિપ્રદાન માટે જવાનું આવે ત્યારે
તે માટે હંમેશા ઉત્સાહિત રહેવું. જવાનું ટાળવાનો પ્રયત્ન નહિ કરવો અને પરિસ્થિતિ ગંભીર હોય તો ક્ષણનોય વિલંબ કર્યા વિના તરત ત્યાં
જવા માટે નીકળી જવું. શુદ્ધિમાં હોય તો આરાધના પામી જાય. ૨૧. નિર્ધામણા કરાવવા માટે ઉપયોગી બને અને આત્મસમાધિ માટે પણ
ખૂબ ઉપકારક બને તેવા સ્તવનો, સજઝાયો, પદો વગેરે કંઠસ્થ કરવા. પુણ્યપ્રકાશનું સ્તવન, પદ્માવતીનો સંથારો, ચઉસરણ પયત્રા, મરણસમાધિપયન્ના, અમૃતવેલની સઝાય વગેરે સમાધિકારક રચનાઓ ગોખવી તે પ્રકારની રચનાઓ એક ડાયરીમાં નોંધી રાખવી. વર્ષ દરમ્યાન આવતા ભિન્ન ભિન્ન પર્વોની, તેના મહિમાની અને તે દિવસે કરવાની વિશેષ આરાધનાની જાણકારી રાખવી. વર્ધમાન તપ, વિસસ્થાનક તપ, વરસીતપ, મૌન એકાદશી તપ, પોષદશમી તપ, સિદ્ધિતપ શ્રેણિતપ, ધર્મચક્રતપ, મોક્ષદંડકતપ, સિંહાસનતપ, સમવસરણતપ, અક્ષયનિધિતપ, જ્ઞાનપંચમી તપ વગેરે પ્રસિદ્ધ તપ-અનુષ્ઠાનોની અને તે તપશ્ચર્યા દરમ્યાન કરવાના વિધિની
જાણકારી રાખવી. ૨૪. જન્મસૂતક અને મરણ સૂતકની મર્યાદા ગુરુપરંપરાથી જાણીને યાદ
રાખવી, નોંધી રાખવી. ગુજરાતી તિથિ અને રાજસ્થાની (શાસ્ત્રીય) તિથિ વચ્ચેનો ફરક ખ્યાલમાં રાખવો. વદ પક્ષમાં રાજસ્થાની તિથિ એક મહિનો આગળ
હોય છે. ૨૬. વિક્રમ સંવત, વીર સંવત, ઈસ્વીસન કઈ ચાલે છે તેનો ખ્યાલ રાખવો. ૨૭. પાક્ષિકદિ પ્રતિક્રમણમાં ચાર ખામણાં વખતે માંડલીના વડીલેબોલવાના
શબ્દ દરેક સાધુ ભગવંતને ખ્યાલમાં હોવા જોઈએ - ૮૮
–
૨૫.
૮૮