________________
૧૨૭. પ્રતિલેખન કરતાં બોલવું નહિ. કોઈ વિશેષ કારણથી બોલવું પડે તો
ફરીથી ઈરિયાવહિયા કરી લેવા. ૧૨૮. પડો કે કામળી ધીમેથી ઓઢવા. જોરથી ઝાપટ ન લાગે તેની ખાસ
કાળજી રાખવી. ૧૨૯. આસન પાથરતાં પહેલાં જમીન પૂંજી લેવી. સ્થિર આસન પાથરવાની
ટેવ ન પાડવી. પાથરેલા આસન પરથી ઊભા થઈને થોડીવાર બાદ
ફરી બેસવું હોય તો આસન ઊંચું કરીને ફરી જમીન પૂંજીને પાથરવું ૧૩૦. પડિલેહણ કરતા પૂર્વે બધી ઉપાધિ ભેગી કરીને રાખવી. ૧૩૧. દરરોજ બંને ટકે ઓઘો બાંધવો. સવારનાં પડિલેહણમાં પાંચ વાનામાં
જ ઓઘો છોડી પડિલેહણ કરીને બાંધી લેવો. કોઈ વિશેષ કારણથી તે વખતે બાંધવાનો બાકી રહે તો પછી અવસર મળતાં થોડી વારમાં જ બાંધી લેવો, મોડું ન કરવું. સાંજના પડિલેહણમાં ઓઘો છેલ્લે
ખોલવો. ૧૩૨. પડિલેહણ દરમ્યાન જૂ નીકળે તો કપડાના ટૂકડામાં મૂકીને સુરક્ષિત
સ્થાને મૂકી દેવી. માંકડ નીકળે તો લાકડામાં સુરક્ષિત રીતે મૂકવા.
અન્ય જંતુને પણ તે રીતે યોગ્ય સ્થાને મૂકવા. ૧૩૩. પડિલેહણ કરતી વખતે પ્રતિલેખિત અને અપ્રતિલેખિત વસ્ત્રો ભેગાં
ન થાય તેની કાળજી રાખવી. ૧૩૪. અસ્થિર પાટ-ટેબલ વગેરેનો ઉપયોગ ન કરવો. હલતા હોય તો પાયા
નીચે કાંઈક આધાર મૂકીને સ્થિર કરવા. ૧૩૫. ધુમસ ફેલાયેલું હોય ત્યારે મકાનની બહાર નીકળવું નહિ, વિહાર
કરવો નહિ, હલનચલન કરવું નહિ. કામળી સંપૂર્ણ ઓઢીને બેસી જવું. મુખેથી કાંઈ બોલવું પણ નહિ. માનસજાપ વગેરે કરી શકાય.
- ૬૪
૬૪
-