________________
૧૦.
મેળવેલો લાભ ક્ષણિક છે પણ પ્રતિષ્ઠા જમાવ્યા પછી જે લાભ મળશે તે ચિરંજીવ રહેશે. તે જ પ્રમાણે તે જે પોતાના જીવન તરફ પણ બુદ્ધિનો ઉપયોગ કરે તે તેને આપઆપ સમજાય છે કે ધન, સંપત્તિ, વિષય, પુત્રપરિવાર, માન, મોભે, વિગેરે ઐહિક દુનીયાનાં સુખ તે ક્ષણિક લાભ છે. પરંતુ ખરેખર માનવ ભવ પામ્યાને સારો લાભ તે તે ભવમાં પરભવનું સાર્થક કરાય તેજ છે. જે આ વિચારે તે તેની પિતાની અનેક પ્રવૃત્તિમાં કા૫ મુકાઈ જાય. તે પ્રત્યેક પ્રવૃત્તિને “આ જન્મમાં લાભ આપનારી છતાં પરભવને બગાડનાર મારી કઈ પ્રવૃત્તિ છે અને આ જન્મમાં લાભ આપવા સાથે પરભવને સુધારનારી કઈ પ્રવૃત્તિ છે.” તે લક્ષથી જેતે થઈ જાય. અને જેમાં ન સમજણ પડે તે માટે ગુરુની ગવેષણ કરી હું કેણુ? ક્યાંથી આવ્યો? વિગેરેને પ્રત્યુત્તર મેળવી માનવપણાની બુદ્ધિમત્તાનું સાફલ્ય પરભવની સુધારણા તરફ લક્ષ આપી સાર્થક કરે.
આપણે સારી રીતે જાણીએ છીએ કે ભારતવર્ષ અહિક જીવન પરાયણ દેશ નથી. આ દેશમાં જન્મનાર માણસને આ ભવ પરભવ આત્મા વિગેરે શબ્દો કાને પડયા વિના કે તેના કલ્યાણ માટે ધર્મના આલંબનનું દર્શન ભાગ્યેજ થયા વિના રહે છે. ભારતનું નાનામાં નાનું ગામડું કે જંગલ દેવની પ્રતિમા વિનાનું કે ધર્મના આખ્યાન વિનાનું ભાગ્યે જ હોય છે. કેઈ જગ્યાએ દેવાલય હશે તે કઈ જગ્યાએ છેવટે દેવને ગોખલે પણ હશે જ. તેમ જ ભારતને ખૂણે ખૂણે રામાયણ, મહાભારત કે કઈને કઈ ધમખ્યાન કરનાર બાવા, જતિ, બ્રાહ્મણ કે પરિવ્રાજક પણ હશે જ. ભારતવર્ષમાં જન્મનારને આ રીતે દેવ અને ધર્મના સંસ્કાર તેના વાતાવરણમાં જ મળે છે.
લાખો વર્ષો પૂર્વે પણ “હું કયાંથી આવ્યો છું અને કયાં જઈશ તેની ખેજ માટે અનેક રાજકુમારે, રાજાઓએ અને બુદ્ધિમાનેએ ઘર છોડ્યાં છે. જંગલને વાસ સેવ્યું છે. વર્ષોની તપશ્ચર્યા કરી છે અને પિતાની શક્તિ મુજબ જુદાં જુદાં તત્વ જગત્ આગળ ધર્યા છે.
ભારતવર્ષમાં આમ જુદાં જુદાં ધરાયેલાં તો બ્રાહ્મણ ધર્મ, જૈનધર્મ અને બૌદ્ધ ધર્મના નામે રજુ થયાં છે. આ તત્વનું પાન કરી ભારત વર્ષની પ્રજાએ ધર્મ તરફ પિતાનું જીવન પરેવી, આ જગતની માયા મમતાને ઓછી કરી ભકિત, ઉપાસના કે સેવામાં ચિત્ત પરોવ્યું છે. જેનશાસ્ત્ર કહે છે કે, “ગમે તે ધર્મ પ્રત્યેની રૂચિ તે પણ જીવનની ઉજવળ દશા સૂચવે છે.”
હું કયાથી આવ્યું અને કયાં જવાનું છું.' આ તત્વની ગવેષણામાં અનેક ઉપનિષદ રચાયાં, વેદની ઋચાઓ રચાઈ, સ્મૃતિઓ રચાઈ, બૌદ્ધના અનેક ગ્રંથ રચાયા પણ આને યુકિતયુકત સંગત અને સાચે ઉકેલ તે જૈનધર્મેજ આવે છે, કેમકે જૈનધર્મેજ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પૂજાની ઉત્પત્તિ, પાછળ છૂપાયેલ અનુક્રમે સ્થિતિ અને નાશ તત્વની ખરી પિછાન કરાવી ઉત્પત્તિ ધર્મ તે બ્રહ્મા, સ્થિતિસ્થાપક તત્ત્વ તે વિષ્ણુ, અને નાશ ધર્મ તે શંકર છે તે સમજાવ્યું છે. તેમજ જૈનધર્મેજ બૌદ્ધધર્મના જીવન અસંગત ક્ષણિકવાદને જગત ભરના વિષયે, ધન, સંપત્તિ, યૌવન અને અધિકાર