Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 11
________________ સુધીમાં વિવરણ કર્યું છે. આ સ્તવ અંગે શેઠશ્રીએ વિસ્તૃત અને ગહન સંશોધન, મનન અને ચિંતન કર્યું છે. પ્રસ્તુત સ્તવના વાસ્તવિક રહસ્યને સમજવા તેમણે ઉપલબ્ધ જૈન, જૈનેતર, તાંત્રિક સાહિત્યના નાના મોટા અનેક ગ્રંથોનું સૂક્ષ્મપણે નિરીક્ષણ કર્યું છે. એ નિરીક્ષણ, ચિંતન અને અધ્યયનના પરિણામે તેમને જે અર્થફુરણાઓ થઈ તેની સંગતિ વિચારીને અને તેના પર પુનઃ પુનઃ મંથન, પરિશીલન કરતાં તેમને જે રહસ્ય લાગ્યું તે આ સ્તવના પાને પાને જોવા મળે છે. (1) અત્રે પહેલી જ વાર આ સ્તવની દરેક ગાથાનો ગર્ભિત નિર્દેશ, સ્તવમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનો મંત્ર, પર અને અપર મંત્રપદો, જગતની જનતાનાં કૃત્યો, શાંતરસના સંચારી ભાવો, ષોડશાક્ષરી મંત્રનું ઉદ્ભવ-સ્થાન વગેરે જાણવા અને સમજવા મળે છે. (II) સ્તવના અંતે “મંત્રાધિરાજ સ્તોત્ર' અને શ્રીમાનદેવસૂરિ ચરિત્રનો અનુવાદ નામે પરિશિષ્ટ ૧ અને ૨ નવાં ઉમેરણ છે. પરિશિષ્ટ ૧ મંત્રપ્રેમીઓ અને મંત્રસાહિત્યના અભ્યાસીઓ માટે ઉપયોગી બની રહેશે. પરિશિષ્ટ ૨જામાં પ્રસ્તુત તવ રચનાની ઐતિહાસિક કથા છે. તેના વાંચનથી કથારસ તો મળે જ છે, વધુમાં શાંતિસ્તવને સમજવામાં ઉપયોગી સામગ્રી મળી રહે છે. પાસના-નાથુ–ચઉક્કસાય સૂત્રમાં આવતા ઉપદ્મા-પ્રિયંગુ શબ્દના વિવિધ અર્થો અપાયા છે જે સૂત્રની પાદનોંધ જોવાથી સમજાશે. આ ભાગમાં કુલ ત્રણ પરિશિષ્ટો આપવામાં આવ્યાં છે. તેમાં પહેલું પરિશિષ્ટ “વંદન યાને ગુરુવંદનનો મહિમા' દર્શાવનારું છે. તેમાં (૧) વંદન વહેવારની વિશિષ્ટતા (૨) વંદના ધર્મનું મૂળ છે. (૩) વંદનથી આઠે કર્મો પાતળાં પડે છે, (૪) વંદનાથી ઉચ્ચગોત્ર, સૌભાગ્ય તથા લોકપ્રિયતા સાંપડે છે, (૫) મુમુક્ષુને વંદના, (૬) ષડાવશ્યકમાં વંદના શા માટે ? (૭) ગુરુની આવશ્યકતા, (૮) ગુરુ કેવા હોવા જોઈએ ? (૯) ગુરુ પ્રત્યે શિષ્યનું વર્તન (૧૦) ગુરુવંદનનો મહિમા તથા (૧૧) ગુરુને વંદન કરવાનો વિધિ એ અગિયાર વિષયો ચર્ચવામાં આવ્યા છે. બીજું પરિશિષ્ટ પ્રતિક્રમણ અથવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 532