Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2 Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi Publisher: Jain Sahitya Vikas Mandal View full book textPage 9
________________ પ્રકાશકીય નિવેદન શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર(પ્રબોધટીકા)ની સંશોધિત પરિવર્ધિત બીજી આવૃત્તિનો બીજો ભાગ પ્રકટ થઈ રહ્યો છે. આ ગ્રંથના પ્રયોજક-સંપાદક શેઠશ્રી અમૃતલાલ કાલિદાસ દોશીની ઝીણવટભરી દેખરેખ હેઠળ પ્રસ્તુત ગ્રંથનો પહેલો ભાગ છપાયો છે, પરંતુ આ બીજો ભાગ તેઓશ્રીનું નિધન થવાથી તે સૌભાગ્યથી તે વંચિત રહ્યો છે. અલબત્ત શેઠશ્રીએ પ્રસ્તુત ગ્રંથના ત્રણેય ભાગનું મૂળ મેટર પોતાની જાત દેખરેખ તળે સાવૅત તૈયાર કરાવ્યું છે. પ્રેસકોપી પણ જાતે જોઈ તપાસી છે. તેઓશ્રીનાં મૂક આશીર્વાદ અને અમૂર્ત પ્રેરણા અને અદીઠ માર્ગદર્શનથી જ તેમનું આ અધૂરું સ્વપ્ન સાકાર કરવામાં યત્કિંચિત્ સફળ બન્યા છીએ. ગ્રંથની ઉપયોગિતા, સંશોધન માટે લેવાયેલા સંનિષ્ઠ પરિશ્રમ, સંશોધન ઉપયોગમાં લેવાયેલા ગ્રંથો-પ્રતો તેમજ ગ્રંથનું અધ્યયન કેવી રીતે કરવું વગેરે બાબતો અંગે શેઠશ્રીએ પહેલા ભાગમાં સંપાદકીય નિવેદનમાં પૂરી સ્પષ્ટતા કરી છે. આથી તેનું પુનરાવર્તન ન કરતાં પ્રસ્તુત બીજા ભાગમાં અગાઉની આવૃત્તિથી શું વિશેષ અને વિશિષ્ટ છે, તે અત્રે જણાવીએ છીએ. પ્રબોધ ટીકાના આ બીજા ભાગમાં ભગવાહ સૂત્રથી ભરોસર બાહુબલી સજઝાય સૂત્ર સુધી ૨૬થી ૪૫ સૂત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરિશિષ્ટ બીજું -પ્રતિક્રમણ હેતુબત્રીશી પૃ. ૬૫૫ નવું ઉમેરણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 532