Book Title: Setubandha Author(s): H C Bhayani, Markand Dave Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad View full book textPage 8
________________ હોય તો તે ભાયાણી સાહેબને. કદાચ આ અભિપ્રાયથી જ મકરંદભાઈએ લખ્યું હશે કે “થયું કે સંશોધન તો તમારું ગૌણ કાર્ય છે, મૂળમાં સત્ત્વ ને સૌન્દર્યની શોધ છે” (પત્ર-૫). જ્યારે મળો ત્યારે નૂતન ઉન્મેષ, નવીન વાતો, નવા સંદર્ભો, નવી માહિતી, નવું નવું કશુંક કરવાની ધગશ પણ, પ્રેરણા અને ઉત્તેજન પણ.. ડૉ. ભાયાણી અને મકરંદ દવે- આ બન્નેના મિજાજની એક વિલક્ષણતા નોંધવા જેવી છે. ભાયાણી સાહેબ સ્વયં હાડોહાડ કૃતિશીલ. નિત્યનવાં સાહિત્યિક તથા સંશોધનનાં આયોજનો અને કાર્યકલાપ ચાલતાં જ હોય, ઊભાં થતાં જ હોય; એટલું જ નહિ, જે નજરે ચડ્યો તેને પણ કોઈ ને કોઈ તે પ્રકારના કાર્યમાં જોતરતા જ રહે. આમ, તેઓ સંપર્કમાં આવનારને સક્રિય બનાવી મૂકે. મકરંદભાઈનું તેથી સાવ વિપરીત. એ રહ્યા સાધનાના માણસ. એમની નજીક કોઈ આવે કે એ એને નિષ્ક્રિય બનાવી મૂકે. કોઈ ને કોઈ પ્રકારના જપ, સાધના કે તેવું કાંઈક ચીંધીને તેને તેમાં પરોવી દે. ભાયાણી સાહેબની આ પદ્ધતિ અને પ્રકૃતિએ, મારા જેવા મુનિને પણ, અનુસન્માન, પ્રકૃતિ પ્રસ્થ પરિષદ્ અને એવા એવાં અનેક પ્રયોજનોમાં જોતરી મૂક્યો ! ફલતઃ એમની સાથે સંશોધનાદિને અંગેનું સાહચર્ય કે સામીપ્ય તો રચાયું જ, પણ વર્ષોના વીતવા સાથે, એક અકળ પ્રકારનો લગાવ કે આત્મીયતા પણ બંધાઈ ગઈ. એ આત્મીય લગાવ જ, કદાચ, “સેતુબંધ' સાથે મને સાંકળી રહ્યો છે. હવે વાત કરું મકરંદભાઈની. એમની સાથે ક્વચિત્ (એક તરફી) પત્રસંપર્ક કરેલો. પરોક્ષ પરિચય વર્ષો જૂનો, એમનાં પુસ્તકોનાં વાંચન થકી. પહેલીવાર જોયેલા સાંતાક્રુઝ-મુંબઈમાં. પ્રથમ નજરે જ “ગેબનો નશો આજેલ ઓલિયો' લાગેલા. વર્ષો પછી નંદિગ્રામ જવાનું ને મળવાનું બન્યું, ત્યારે એ છાપ વધુ ઘટ્ટ બનેલી. ક્યારેક વિચાર આવી જાય: રામકૃષ્ણ પરમહંસ કેવા હશે? મકરંદભાઈ તેઓનો જ અંશાવતાર તો નહિ હોય ? એમના પ્રત્યે આદર વધુ, આત્મીયતા ઓછી. જો કે નંદિગ્રામની પ્રત્યક્ષતા પછી તો બન્ને વાનાં સરખે વજને પ્રવર્તે છે. એમને માટે મારું સંબોધન છે “કવિવર'. જો કે નિર્દોષ-હળવી ટીખળ માટે સુખ્યાત મકરંદભાઈએ તો “કવિવર” અને “વરકવિ” એમ બે શબ્દો યોજી-પકડીને “કવિવરનાં ચીંથરાયે ઉડાડી બતાવેલાં. પણ એમની એ ટીખળને હવે કોણ ગાંઠે ? શબ્દ-શબદના સાધન વડે શબ્દાતીતની, શબ્દાતીતનાં નિરનિરાળાં રૂપ-સ્વરૂપોની સાધના કરવી, એ મકરંદભાઈનો સ્વભાવ છે. હુંયે છેવટે તો સાધુ છું; એટલે એમની આ સાધનાનું ભારી ખેંચાણ મને વર્ષોથી સતત રહ્યું છે. વિવિધ ધર્મગ્રંથોની તથા ભિન્ન ભિન્ન સંપ્રદાયોની રહસ્યમયી વાણીનાં ગૂઢ રહસ્યો અનાવૃત કરવાં, અને તેને અત્યંત સુગમ છતાં ઓજસમઢી રીતે અભિવ્યક્તિ આપવી; અને એમ કરીને જે શબ્દાતીત છે, તેની સંપ્રદાયાતીત પ્રતિમાનાં આપણને દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 318