Book Title: Setubandha Author(s): H C Bhayani, Markand Dave Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad View full book textPage 6
________________ સાધના અને સંશોધનની જુગલબંધી હરિવલ્લભ ભાયાણી અને મકરંદ દવે : ગુર્જરી ગિરાને અજવાળતાં બે મહાકાય નામ : આદર સાથે અને ગૌરવપૂર્વક લેવાં ગમે તેવા મનગમતાં નામ. એક કાવ્યશાસ્ત્રજ્ઞ તો બીજા કવિ. એક સંશોધક તો બીજા સર્જક. એક નખશિખ સજ્જન તો બીજાનો મિજાજ સંત-પ્રકૃતિનો. એક શબ્દના તન્નિષ્ઠ ઉપાસક તો બીજા શબ્દાતીતના સહજ સાધક અને છતાં બન્નેની નિસબત એક જ : ભાષાની, સાહિત્યની; એ બે દ્વારા જીવનને આલોકિત કરવાની; બન્નેની ચિંતા એક જ : ઢોળાઈ-વેડફાઈ રહેલા આપણા સત્ તત્ત્વને, સંસ્કાર અને સદાચારની સારભૂત પરંપરાઓને બચાવી લેવાની અને તેને પુનઃ પ્રતિષ્ઠિત કરવાની. દેખીતી નજરે બન્નેના વ્યવસાય જુદા, અધ્યવસાય પણ જુદા અને છતાં સમાંતરે ચાલતી બે રેખાઓ જેમ ક્ષિતિજના બિંદુએ એકમેકમાં મળી જાય તેમ બન્નેની વિચારધારા તેમ જ કાર્યધારા કેવી એકરસ-એકાકાર બની રહેતી હતી, તેનો આલેખ આ પત્ર-ગ્રંથ દ્વારા સાંપડે છે. તદ્દન વિલક્ષણ કાર્યક્ષેત્રો ધરાવનારા આ બે જણ વચ્ચે પત્રવ્યવહાર થાય તે નવાઈની વાત તો ગણાય; પણ બન્નેના ભાવજગતને પ્રોડ્યાં હોય તેને માટે તો આ બે જણ વચ્ચે પત્રાચાર ન થયો હોત તો વધુ નવાઈભર્યું બની રહેત. આપણે ત્યાં બે પ્રકારના “પણ” જડે છે. કેટલાક જાણકાર તો કેટલાક જ્ઞાનમંડિતે; વિશેષજ્ઞ અને સુજ્ઞ. જેમને પોતાની જાણકારીનો ફાંકો હોય તે વિશેષજ્ઞ, અને જેમને પોતાની જાણકારી વિશે ખાસ સભાનતા ન હોય તે સુજ્ઞ. વિશેષજ્ઞના મન પર તેમની જાણકારીનો બોજ હમેશાં રહેતો હોય છે, જે તેમને તેમની જાણકારી બીજાઓને વહેંચવા આડે અવરોધ સરજતો રહે છે અને તેમને ખુદને અસરળ-ભારેખમ્મ બનાવી મારે છે. ત્યાં સુધી કે સામે પોતાના જેવા, પોતાના કે અન્ય ક્ષેત્રના-વિષયના જાણકાર આવી મળે, તોય આ વિશેષજ્ઞોનાં ભવાં સંકોચાવા જ માંડે. સુજ્ઞ જનોનું આથી સાવ ઊલટું હોય છે. જ્ઞાનગુમાનની ગાંસડી માથે લઈને ફરવાનો તેમને શોખ પણ નથી હોતો, અને મોખ પણ. વળી, પોતાને જે થોડું-ઝાઝું સાંપડ્યું હોય તેને વહેંચવામાં તેમને ભારે મોજ આવતી હોય છે. એમનો એક જ સિદ્ધાંત : ગમતાંનો કરવો ગુલાલ. એમાયે વળી જો કોઈ સરખેસરખી હેડીનો જાણતલ કે પરખંદો મળી ગયો, તો તો પછી જૈસે કલેકે પાતમેં પાત પાતમેં પાત ચતુરનકી બાતમેં બાત બાતમેં બાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 318