________________
(જીવન-વિજ્ઞાત ગુરુગમથી સમજીને, તેમાં કહેલા ભાવોને દઢતાથી અનુસરવું; તો આત્મજ્ઞાન-આત્મસમાધિ પ્રાપ્ત થાય, જે વિશ્વની સર્વોત્તમ સિદ્ધિ છે. અહિંસા અને કર્મસિદ્ધાંત વિષે જેટલું ઊંડું, સૂક્ષ્મ, વૈજ્ઞાનિક અને સર્વાગી ચિંતન ભગવાન મહાવીરના બોધમાં દષ્ટિગોચર થાય છે, તેટલું અન્યત્ર દૃષ્ટિગોચર થતું નથી. આ વાતનો નિષ્પક્ષપણે અભ્યાસ કરીને વિદ્વાનોએ નિર્ણય કરવો જોઈએ. આચાર્યો અને જ્ઞાનીઓએ પુરાણોની રચના કરીને તેમાં તીર્થકર કે અન્ય મહાપુરુષોના ચરિત્રોનું વર્ણન રસમય શૈલીમાં કર્યું છે તે સામાન્ય મનુષ્યોને બહુ ઉપયોગી છે. પાપ અને પુણ્ય તત્ત્વોની શ્રદ્ધા દઢ થવામાં તેવા ગ્રંથોનું વાચન ઉપકારી છે. જે જ્ઞાન આપણને શાંતિનો અનુભવ ન કરાવે, આપણા દુર્ગુણોનો નાશ કરી ક્ષમા આદિ ગુણો ન પ્રગટાવે, જે જ્ઞાન દ્વારા અભિમાન નષ્ટ ન થાય અને સહજ આનંદ ન મળે તેને ભગવાન સાચું જ્ઞાન કહેતા નથી. જે બુદ્ધિ સત્સંગ દ્વારા, સ્વાધ્યાય દ્વારા, સદ્ગુણસંપન્નતા દ્વારા પવિત્રતાને પામેલી છે, તાત્ત્વિકતાને પામેલી છે, નિર્મળ થયેલી છે, શાંત થયેલી છે, નિઃસ્પૃહ બની છે તે પ્રજ્ઞા બની જાય છે. આવો પ્રજ્ઞાવાળો પુરુષ તે જ સાચો જ્ઞાની છે. જેની પાસે જે વસ્તુઓ હોય તેની પાસેથી તે વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે છે એમ કહેવું તે યુક્તિયુક્ત છે. માટે જ્ઞાનની પ્રાપ્તિ માટે જ્ઞાનીની સમીપ રહીને ઉપાસના કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org