________________
જીવત-વિજ્ઞાન
સિદ્ધિ યથાપદવી થઈ શકે, પણ જે બીજી કોઈ સાધના ન કરતો હોય તેને સારું ધ્યાન પ્રાપ્ત થાય નહિ. આ કારણથી જ યોગાચાર્યોએ અષ્ટાંગ યોગમાં ધ્યાનને સાતમા અંગ તરીકે અને સ્થિર નિર્મળ ધ્યાન (સમાધિ)ને આઠમા અંગ તરીકે ગયું છે. તપમાં પણ ધ્યાનને અંતરતપના વિવિધ પ્રકારોમાં ઉત્તમ તપ કહ્યું છે. આથી એ નિષ્કર્ષ નીકળે છે કે અન્ય સાધનોથી નિરપેક્ષપણે ધ્યાનની સિદ્ધિ નથી; પણ તે તે સાધનો દ્વારા યથાર્થ દૃષ્ટિવાન સાધકને ક્રમે કરીને ધ્યાનમાં સફળતા પ્રાપ્ત થાય છે. * ધ્યાનનાં મુખ્ય સહકારી સાધનો :
ભક્તિ, જ્ઞાનાભ્યાસ, જાપ અને મૌનને જીવનમાં અપનાવવાથી ધ્યાનમાં જલદી સફળતા મળી શકે છે. - ભક્તિ : સગુરુ, પરમાત્મા તથા અન્ય વિશેષ ગુણીજનાદિને ઓળખીને કોઈ પણ પ્રકારની આકાંક્ષા રાખ્યા વિના, તેમના પ્રત્યે પ્રશસ્ત પ્રેમ કરવો તેને ભક્તિ કહેવામાં આવે છે. સાચા ભક્તના જીવનમાં ભગવાનના જેવા ગુણો, ક્રમે કરીને પ્રગટે છે; પરંતુ અહીં તો પ્રકરણવશાત્ ધ્યાનની સાધનાના સંદર્ભમાં ભક્તિ વડે જે પ્રકારે મુખ્યપણે સાધકને લાભ થાય છે તે આ પ્રમાણે : પ્રથમ તો, અત્યંત પ્રેમને લીધે પ્રભુનું વારંવાર સ્મરણ થાય છે અને તેથી ધ્યાન સહેજે સહેજે સિદ્ધ થાય છે. બીજું, સાધકના અભિમાનનો નાશ થઈ ઉત્તમ એવો વિનયગુણ પ્રગટે છે. આમ, સહજ-સ્મરણ અને માનશત્રુનો નાશ થવારૂપ બેવડો લાભ સાધકને ભક્તિ વડે પ્રાપ્ત થાય છે.
જ્ઞાનાભ્યાસ : આત્મા-અનાત્માનો વિવેક જ્ઞાન વડે સિદ્ધ થાય છે. આ આત્મભાવ છે અને આ અનાત્મભાવ છે એવું યથાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org