Book Title: Sanskar Jivanvigyana ane Adhyatma
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 272
________________ અધ્યાત્મ નહીં તો તે દ્વારા જડતા આવે છે, અને ચિત્ત પ્રસન્નતા અનુભવતું નથી. ભાવાનુસાર અલ્પ પુણ્યબંધ થાય તે વાત જુદી. ♦ દોષદૃષ્ટિ રાખવા કરતાં ગુણગ્રાહકદષ્ટિ રાખવી તે જ યોગ્ય છે. • આત્મગુણો વિકસાવવાની અને તે દ્વારા ચિત્તશુદ્ધિની વૃદ્ધિની કળા સાધકે હસ્તગત કરવી જોઈએ. • મહાયોગી શ્રીભર્તૃહરિ નીતિશતકમાં કહે છે : બીજાના રાઈ જેટલા ગુણને મોટા પર્વત જેવો કરીને જુઓ અને પોતાના રાઈ જેટલા દોષને મોટા પર્વત જેવો કરીને જુઓ. ♦ પ્રમાદયુક્ત ક્રિયા (ચર્ચા) હોય તો જીવનું કલ્યાણ ત્વરાથી થતું નથી. ♦ જ્યાં સુધી ઉત્તમ મુમુક્ષુતા પ્રગટાવી નથી ત્યાં સુધી સદ્ગુરુનો બોધ યથાર્થપણે પરિણમતો નથી. કામ, ક્રોધ, લોભ, મોહ ઇત્યાદિ વિકારી ભાવોનો ત્યાગ એ જ સાચો ત્યાગ છે. પણ તેની સિદ્ધિ માટે બાહ્ય ત્યાગ પણ ઉપકારી છે. ♦ પોતાની ભક્તિનું, પોતાના ધ્યાનનું કે પોતાના જ્ઞાનનું અભિમાન કરવું યોગ્ય નથી; એવું અભિમાન અજ્ઞાનદશાનું સૂચક છે. જેવી રીતે શરીર માટે જમવાનું દરરોજ જોઈએ છે તેમ Jain Education International -A-૬૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294