Book Title: Sanskar Jivanvigyana ane Adhyatma
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 273
________________ અધ્યાત્મ આત્માને ઉન્નત બનાવવા માટે સત્સંગ, સન્શાસ્ત્રનું વાચન અને સાચા હૃદયની પ્રાર્થના દરરોજ અવશ્ય કરવાં જોઈએ. - વસ્તુનો ત્યાગ તે ત્યાગ છે, જ્યારે તેના મમત્વનો ત્યાગ તે વૈરાગ્ય છે. વિષ કરતાં વિષયવાસનાનું વિષ વધારે કાતિલ છે; કારણ કે વિષ માત્ર એક વખત જીવનનો નાશ કરે છે, જ્યારે વિષયવાસના અનંત જન્મ-મરણ કરાવે છે. • સાચી આધ્યાત્મિકતાની પ્રાપ્તિ કોરી બુદ્ધિને આધીન નથી, પણ હૃદયની સાચી નિર્મળતાને આધીન છે. ગજ, ગેંડા, કાયર પુરુષ, ગિરકર નાહિ ઉઠંત; શૂર, વીર ઔર ચતુર નર, ગિરકર ફેરિ ઉઠત. જગતના પદાર્થો અને પ્રસંગોથી અપ્રભાવિત રહેવાનો અભ્યાસ કરવો તે જાગૃતિ છે; જે સમતાની પ્રાપ્તિમાં અત્યંત ઉપયોગી છે. સ્ત્રીનો ત્યાગ કર્યો હોય પણ જ્યાં સુધી સ્ત્રીને સ્ત્રીના રૂપે જુએ ત્યાં સુધી સાચો વૈરાગ્ય ન કહેવાય; પણ તેને આત્મારૂપે જુએ ત્યારે જ સાચો વૈરાગ્ય કહેવાય. જ્યાં સુધી એવી તત્ત્વદૃષ્ટિ ન આવે ત્યાં સુધી સ્ત્રીમાત્રમાં “માતા” જોવાની દૃષ્ટિ કેળવવી. રાગદ્વેષ જો ઓછા થતા જતા હોય તો સમજવું કે સાચો વૈરાગ્ય પ્રબળ થઈ રહ્યો છે. 1 A-૬૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294