Book Title: Sanskar Jivanvigyana ane Adhyatma
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 275
________________ ( અધ્યાત્મ છે શાસ્ત્રજ્ઞાન વાંચવાથી થઈ શકે, પણ તત્ત્વજ્ઞાન તો ગુરુગમથી અને પોતાની સત્પાત્રતાથી ક્રમે ક્રમે અભ્યાસ અને વૈરાગ્ય વધારવાથી પ્રગટાવી શકાય છે. શાસ્ત્રજ્ઞાનમાં informationની મુખ્યતા છે, જ્યારે તત્ત્વજ્ઞાનમાં Knowledgeની મુખ્યતા છે. આ પ્રમાણે ગુરુગમથી અને સત્પાત્રતાથી, માહિતી તે જ્ઞાનમાં રૂપાંતરિત થાય છે અને સાધક નક્કરપણે આત્મસાક્ષાત્કાર ભણી આગળ વધે છે. ( પ્રશ્ન : નિશ્ચયનો લક્ષ કરવાની જેની યોગ્યતા નથી તેણે શું કરવું? ઉત્તર : ધીમે ધીમે સત્પાત્રતા વધે તેવો સર્વાગ પુરુષાર્થ કરવો. ૦ જેટલા અંતરમાં પ્રેમ હોય તેટલો જ બતાવવો. માટે કહ્યું કે, “અલ્પ આવકારી થવું.” • જે મનુષ્ય અપ્રમત્તપણે (સાવધાનીથી) જીવે છે તેના જીવનમાં દોષો ઓછા થાય છે, સદ્ગણો વધતા જાય છે અને સમતાની સિદ્ધિ થાય છે. સર્વમાં પરમાત્મા ભાળવાની ટેવ પાડવી એ અનંત સુખને પ્રાપ્ત કરવાનો એક શ્રેષ્ઠ ઉપાય છે. માટે જ કહ્યું જબ સે સાધુ સંગત પાઈ, બિસર ગઈ સબ આપ-પરાઈ; ના કોઈ બૈરી, ના બેગાના, સકલ સંઘ હમરી બન આઈ.” (ગુરુ નાનકદેવ) A•૬૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294