Book Title: Sanskar Jivanvigyana ane Adhyatma
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 280
________________ અધ્યાત્મ - • ભાવોને સારા રાખવા માટે શરીર અને વચનની ક્રિયાઓ પણ તેમને અનુરૂપ હોય તે જોવું જરૂરી છે. આવો યથાર્થ વિવેક મુમુક્ષુએ પોતાના જીવનમાં અવશ્ય રાખવો જોઈએ. તેથી જ જ્ઞાનીઓ કહે છે કે તન પવિત્ર રાખો, વાણી પવિત્ર રાખો, મન પવિત્ર રાખો અને સંગ પણ પવિત્ર રાખો. • નરકમાં અને પશુગતિમાં સમ્યત્વ પ્રગટ કરવાનાં સાધનોનો યોગ સામાન્યપણે ઓછો હોય છે; માટે આ અમૂલ્ય મનુષ્યભવને, તે સમ્યકત્વની પ્રાપ્તિના રૂડા ઉદ્યમ દ્વારા સાર્થક કરી લેવો એ દરેક વિચારવાન મનુષ્યનું મુખ્ય કર્તવ્ય છે. આત્મજાગૃતિનું જતન સારી રીતે કરવું એ કર્મોથી છૂટવાનો મુખ્ય ઉપાય છે. • પરમાર્થથી વિચારતાં આપણો સંસાર એ આ દેખાતી દુનિયા નથી, પણ જ્યાં આપણું મમત્વ છે ત્યાં આપણો સંસાર છે. શબ્દથી કહેવામાં આવે છે કે “હું શરીરથી જુદો છું - પણ આટલું પૂરતું નથી, કારણ કે શબ્દ પણ આત્માથી જુદા છે. માટે લક્ષણથી અને ભાવનાથી વારંવાર જુદાપણું ભાવવું જોઈએ, તો ભાવભાસન થઈ શકે. ગુસ્સો આવે ત્યારે પોતાના ક્ષમાસ્વરૂપનો વિચાર કરવો; અધીરા, આકુલિત કે ક્ષોભિત ન થવું. પાઠશાળા એ સ્વાધ્યાયભવન છે, પરંતુ તેમાં જે શીખ્યા તેની પ્રયોગશાળા તો કુટુંબ, સમાજ અને સંસાર છે; જ્યાં આપણે A• ૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294