Book Title: Sanskar Jivanvigyana ane Adhyatma
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 284
________________ અધ્યાત્મ ૐ અમૃતબિંદુ ૧. ચિંતા ઘટાડો અને ચિંતન વધારો. ૨. સફળતાની પ્રાપ્તિ માટે બળ કરતા કળ વધારે વાપરો. ૩. ધાંધલને ઘટાડો તો વિશ્રાંતિ મળે. ૪. ધમકાવીને કામ લેવાય તેના કરતા સમજાવીને વધારે સારી રીતે કામ લેવાય. ૫. સંપત્તિ કરતા સંસ્કારને વધારે મહત્ત્વ . આપો. ૬. સંસ્કાર વગરનું શિક્ષણ શાંતિ આપી શકતું નથી. ૭. બાળકોને પ્રેમ આપશો તો ભવિષ્યમાં અનેકગણો તે પાછો મળશે. ૮. ધનસંગ્રહ કરતાં ધન-વિતરણ અને ધનના સદુપયોગ પ્રત્યે વધારે ધ્યાન આપજો. ૯. જેટલી વિદ્યા બીજાને શીખવાડશો, તેટલી વધતી જશે; માટે વિદ્યા-અર્જુનનો એક શ્રેષ્ઠ ઉપાય, બીજાને વિદ્યા ભણાવવી એ છે. ૧૦. મનને પવિત્ર રાખવા પુરુષાર્થ કરો, પુરુષાર્થ કરો. તનની સામાન્ય સંભાળ રાખશો તો પણ ચાલશે. 1 ૧૧. ઉતાવળ, અધીરજ, આવેશ, અતિ-ઉત્સુકતા અને અપેક્ષા આ બધા મનની શાંતિનો ભંગ કરે છે માટે મહાન સાધકે વિશેષ પ્રયત્ન કરીને પણ તેમને વશ થવું નહીં અને તેવા Jain Education International mAva For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294