Book Title: Sanskar Jivanvigyana ane Adhyatma
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 281
________________ અધ્યાત્મ રોજબરોજનું જીવન જીવવાનું છે. તૃષ્ણા, ઇચ્છા આદિ વિભાવભાવ હોવાથી દુઃખરૂપ જ છે એવો નિશ્ચય થઈ જવો જોઈએ. જો તે ઇચ્છાને રૂડી રીતે રોકવામાં ન આવે તો તે તેના દૃઢ સંસ્કાર મૂકતી જાય છે અને ભવિષ્યમાં તે અધ્યાત્મમાર્ગમાં વિશેષ મુશ્કેલીઓ સર્જે છે. માટે જ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર કહે છે : હે જીવ! કયા ઇચ્છત હવે? હૈ ઇચ્છા દુઃખમૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.’ ભગવાન બુદ્ધે પણ ઇચ્છાને જ સર્વ દુઃખનું મૂળ અને તેના નાશથી મોક્ષની પ્રાપ્તિ ઉપદેશી છે. – હાથે તે સાથે’ – પોતે જે દાનાદિ કરી શકાય તે જ સાથે આવી શકે છે, માટે યોગ્ય અવસરે દાન દેવાનું ચૂકવું નહીં અને ભક્તિ-સત્સંગ-સ્વાધ્યાયાદિ ધર્મક્રિયા માટે અવશ્ય સમય ફાળવવો. ઘડપણમાં ધર્મ કરીશું એ આશા ઠગારી અને અહિતકર છે. સાધનાના માર્ગે ચાલતાં નિરાશાની પળો આવે ત્યારે મહાપુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું; જેથી આપણામાં હિંમત અને બળની સ્ફુરણા થાય અને આપણે ભાંગી ન પડીએ. કળિયુગની પક્કડ છે અને ભૌતિકવાદનું સામ્રાજ્ય ફેલાતું જાય છે, તેથી સાચા ધર્મની સમજણ અને આચરણ કોઈક જ જગ્યાએ જોવામાં આવે છે. પરંતુ જો નિષ્પક્ષતા, સૂક્ષ્મ-વિવેક _ Â. ૪ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294