Book Title: Sanskar Jivanvigyana ane Adhyatma
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 278
________________ { અધ્યાત્મ | ધર્મના માર્ગમાં રહી, મોક્ષનો લક્ષ રાખી, કામ અને અર્થનો પુરુષાર્થ વિવેકપૂર્વક કરવો, એ રૂડા ગૃહસ્થનું કર્તવ્ય છે. પોતાના દીકરાઓમાં અથવા સંસારના જે પદાર્થો છે તેમનામાં જેવી વહાલપ છે, તેવી વહાલપ ગુરુ પ્રત્યે છે? અથવા ભગવાન પ્રત્યે છે? તેવો વિચાર કરવો અને જો તે ન હોય તો સમજવું કે આ જીવ હજુ આત્મજ્ઞાનની પ્રાપ્તિથી સારો એવો દૂર છે. આત્મજ્ઞાનાદિ પ્રાપ્ત કરવા યથાયોગ્ય પરાક્રમ ફોરવવું જોઈએ; કારણ કે અનેક વિપરીત સંસ્કારોને એક ભવમાં બદલવા છે. આવું મહાન કાર્ય થવા માટે આપણો પુરુષાર્થ પ્રબુદ્ધ, પ્રામાણિક અને પરાક્રમયુક્ત હોવો જોઈએ, એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. યથા – માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહીં સહેલ જોને.” આત્મા સાથે કર્મરૂપી મેલ લાગેલો છે તેને કાઢવાનો છે તથા સાથે સાથે બીજો મેલ ન લાગે તે માટે સાવચેત રહેવાનું કાયા નહીં પણ કાયાની માયા છોડવાની વાત, મુખ્યપણે, વીતરાગદર્શનમાં કહી છે. ૧. સાધક-મુમુક્ષુએ ૪૦ વર્ષ પછી કોઈ નવો ધંધો ચાલુ કરવો નહીં; કારણ કે શરીરની બધી ઊર્જા તેને માટે વપરાઈ જાય છે. A- ૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294