Book Title: Sanskar Jivanvigyana ane Adhyatma
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 274
________________ અધ્યાત્મ ) વિનય, વિદ્યા, વિવેક અને વૈરાગ્ય એ આધ્યાત્મિક જીવનના મુખ્ય ચાર પાયા છે. • જે મનુષ્યો સંયોગોના ગુલામ બન્યા તેમને ફરજિયાત રડવું પડે છે; જેમ કે પૈસા મળ્યા ત્યારે બહુ રાજી થયો અને ચાલ્યા ગયા એટલે દુઃખી થયો. “સંસાર બહુ દુઃખદાયક છે અને મોક્ષમાં જ શાશ્વત સુખની પ્રાપ્તિ છે” એમ સર્વ જ્ઞાનીઓની અનુભવવાણી-ઉપદેશ છે. વાસના એ ચારિત્રગુણનો વૈભાવિક પર્યાય ગણી શકાય છે; તે સંસ્કારરૂપે તેમ જ પ્રગટરૂપે એમ બન્ને પ્રકારે જીવને અધ્યાત્મપંથે બાધક બનવાની ક્ષમતા રાખે છે. આપણી સાધના નિશ્ચિત કરેલા સમય ઉપરાંત પણ નિરંતર ચાલવી જોઈએ. સહજસ્મરણનો અભ્યાસ કરવાથી, નહાતી વખતે, જમતી વખતે અને આગળ વધતાં ઊંઘમાં પણ “હું આત્મા છું' તેના ભાવ ચાલુ રહેશે. ક્ષણે-ક્ષણે, કાર્ય-કાર્ય અને પ્રસંગે-પ્રસંગે જાગૃતિ રાખવી. દુનિયાનું કામ છેટા-છેટા રહીને અને અનાસક્તભાવે (આત્મજાગૃતિપૂર્વક) કરીએ તો વિશેષ બંધ થતો નથી. • સત્સંગ અને સત્પાત્રતાથી ક્રમશઃ દિવ્યદૃષ્ટિનો પ્રાદુર્ભાવ થાય છે. • સમય, રુચિ અને શક્તિ આ બધું જો મુમુક્ષુ ભગવાનની પ્રાપ્તિ માટે લગાડે તો અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે. A - ૬૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294