Book Title: Sanskar Jivanvigyana ane Adhyatma
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 270
________________ તેમાં આસક્તિ વધતી જાય છે. જેની આસક્તિ વિશેષપણે પરિગ્રહમાં હોય તેને દેવ-શાસ્ર-ગુરુની સાચી ભક્તિ થવી અસંભવ છે. માટે ભગવાન મહાવીરે આ પરિગ્રહની બાબતમાં વધારે જાગૃતિ રાખવાનું કહ્યું છે. નરકનું તે દ્વાર છે અને આત્મવિસ્મૃતિનું મુખ્ય કારણ છે; માટે જ્ઞાનીઓએ ઉપદેશ્યું : અધ્યાત્મ “પરવસ્તુમાં નહીં મુંઝવો એની દયા મુજને રહી.” (મોક્ષમાળા, શિક્ષાપાઠ - ૬૯) * મધ્યમ કક્ષાના મુમુક્ષુને લખેલા પત્રના આધારે : અંતમાં, અમારા જીવનમાં જે જે સાધનો દ્વારા વિશિષ્ટ વિકાસ થઈ શુદ્ધાત્મજ્ઞાનદશા પ્રગટી, તેનો નિર્દેશ કરું છું. તેમાંથી તમારે માટે હાલ વિશેષ ઉપકારી છે તેની આગળ / નિશાન કરું છું; જે આત્મસાત્ કરવાથી કલ્યાણમાર્ગની પ્રાપ્તિ શીવ્રતાથી થશે. ૧. આગલા ભવોનું મોટું ભાથું, જેથી નાનપણમાં જ એકાંત/ચિંતન/સત્સંગ/વાંચન/ભક્તિ-ભજનાદિમાં પ્રવૃત્ત થવાનું બની શકે છે. / ૩. ૨. શાશ્વત આનંદ જ પ્રાપ્ત કરવો છે તેવી ધૂન. જીવનધ્યેયની પ્રાપ્તિમાં જ વધુ સમય વાપરવો. બીજું કાંઈ પણ માત્ર ખપ પૂરતું જ કરવું. ૪. ઘનિષ્ટ સાંચન, તેમાંના અગત્યના મુદ્દાઓની નોંધ અને સંતોની આજ્ઞાને જીવનમાં ઉતારવાનો યત્ન. Jain Education International -A- ૬૩. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294