Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૧૫
શ્રીસંઘે ૧૫-૨૦ દિવસના અમારા સ્થિરતા દરમ્યાન પ્રશંસનીય લાભ લીધા. ચાતુર્માસ માટે વિન ંતી કરી. પરંતુ અમારે પચતીથી ની યાત્રા કરી તાત્કાલિક શ્રી કેશરીયાજી તીની યાત્રા કરી પૂજ્ય ગુરુમહારાજની નિશ્રામાં પહોંચવા વિચાર હતા તેથી ખિજોવા, ખાલી, સાદડી, વગેરે ગામાને આવતા ચાતુર્માસ માટે અત્યંત આગ્રહ હોવા છતાં વિનંતીને અસ્વીકાર કરવા પડયા. અને મુડારા, સાડી, નાડોલ, નાડતાઇ. ધાનેરાવ, રાણકપુરજી થઇ મેવાડના પાટનગર ઉદેપુરથી શ્રી લેવામંડળુ, શ્રી કેસરીયાજીની યાત્રા કરી, ફાગણના મેળેા ત્યાં કરી ઇડરના રસ્તે પૂજ્ય આચાર્ય શ્રી વિજયામૃતસૂરીશ્વરજીની નિશ્રામાં ચૈત્ર સુદમાં અમદાવાદ પહોંચી ગયા. સંવત ૨૦૦૪ના વૈશાખ માસમાં વઢવાણ શહેરમાં પુ. શ્રી. શાસનસમ્રાટ ગુરુદેવની નિશ્રામાં શ્રી અંજન શલાકા અને પ્રતિષ્ઠા થવાની હતી. તે પ્રસંગ પર ત્યાં જવાની મારા મનમાં તીવ્ર ઈચ્છા હતી. પરંતુ ગરમીના કારણે અમદાવાદમાં રહેવુ પડયું.
ખંભાતના ઓસવાલ શ્રીસધને આવતા પાતુર્માસ માટે ઘણા આગ્રહ હાવાથી પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયામૃતસરીશ્વરજી મ. સા.ની આજ્ઞાનુસાર સ. ૨૦૦૪માં ચાતુર્માસ ખંભાતમાં થયો. શ્રીગૌતમપૃચ્છા અને ધન્યરિત્ર વ્યાખ્યાનમાં વાંચ્યું. આ ચાતુ ર્માસમાં શ્રીસ ંધના આગેવાનાએ ઉત્સાહપૂર્વક સમયાનુસાર શાસન પ્રભાવના સારી રીતે કરી. વ્યાખ્યાનાદિ પ્રવૃત્તિને લીધે તેમ જ ચાતુ ર્માસમાં પણ કેટલીય અન્ય પ્રવૃત્તિઓ હાવાથી વિક્રમ ચરિત્રનું હિંદીમાં અનુવાદ કરવાનું કાર્ય આગળ ન વધ્યું ને ખંભાતથી ફરી
અમદાવાદ આવ્યા.
પૂજ્ય આચાર્ય શ્રી વિજયામૃતસુંરીજી મ. સા.ની નિશ્રામાં મારા વિદ્યાગુરુ પૂ. મુનિવર્ય શ્રૌરામવિજયજી મહારાજની એક આંખમાં