________________
vol. XXX, 2006
“બૃહદારણ્યક-ઉપનિષદ અને શાંકરભાષ્ય.”
181
અમ્યા : અહીં પાણિનિ ૨.૧.૫૯ Tળ ખ્યાતિ (પા. ૨૪૬) અને ૬.૨.૧૬૦ TM વાઢિ (પા. ૧૧૯૬) મુજબ વન્ય પદ યોગ્ય લાગે છે; પણ ૬.૧.૧૦ (માધ્યદિન-શાખા) : બગવા; (abhyavadānyah);
જુઓ શ. બ્રા. ૧૪.૯.૧.૧૦ (પા. ૧૧૦૦). (૩) બૃ. ઉપ.ની કાર્વ-શાખા અને માધ્યદિન-શાખા, બંને શંકર માટે પરંપરાગત શ્રુતિ તરીકે
માન્ય હતી. તેથી તેમણે તે બંને શાખાના સ્વરાંકન-ભેદોનું કેવી રીતે સમાધાન કર્યું હશે એ જાણવાની સહેજે ઉત્કંઠા થાય. પરંતુ બૃ. ઉપ. ઉપરના તેમના ભાષ્યમાં તો આપણને તેવી બાબતો વિશે લેશમાત્ર પણ નિર્દેશ મળતો નથી. (કાર્વ-શાખાના) બૃ. ઉપ. ૩.૪.૨ માં દઈ દ્રષ્ટારમ્ (=૩.૫.૧. માધ્યદિન-શાખા=શ. બ્રા. ૧૪.૬.૫.૧ પા. ૧૦૭૨: દુષ્ટ દ્રષ્ટારમ્drster drstáram) જેવા શબ્દો ઉપર શંક્ર નોંધ કરે છે કે : ૧ ૨ પ્રમાદ્રિ-પતિ: સર્વેષાવિIનાત્ (૪૪૬:૭); એટલે કે બધી જ શાખાઓના પ્રાપ્ત થતા પાઠોમાંથી કોઈ એકાદ પાઠ પણ દૂષિત હોઈ શકે એ તદ્દન અશક્ય છે, એવો શંકરને પૂરો વિશ્વાસ હતો. અહીં આનંદજ્ઞાન (=આનંદગિરિ) સાચેસાચ સ્પષ્ટ કરે છે કે, સર્વેષા=ાશ્વમાધ્યન્દિનાનામિતિ યાવત્ (૪૪૬=૧૮). પરંતુ આવા ઉલ્લેખો સ્વરાંકન-ભેદના પ્રશ્નનું
નિરાકરણ કરવા મદદરૂપ થતા નથી. (આનંદજ્ઞાન માટે જુઓ, આગળ II. ૧). (૪) એટલું તો નક્કી થઈ શકે છે કે, જો શંકર કોઈ કાવ-શાખાની કે કોઈ માધ્યદિન-શાખાની
પ્રાચીન પરંપરામાં રહ્યો હોત તો તેમની પોતાની શાખાનો ગ્રંથ કંઠસ્થ–મૌખિક–શીખવાની સાથે સાથે, ફક્ત વિવિધ પાઠાન્તરો દર્શાવવા પૂરતું જ, કોઈ અન્ય શાખાનો ગ્રંથ પણ કંઠસ્થ-મૌખિક–શીખવા માટે તેમણે ન તો કોઈ આશા વ્યક્ત કરી હોત કે ન તો તેમને એવી કોઈ આવશ્યતા જણાઈ હોત. સામાન્ય રીતે કોઈ પણ વૈદિક ગદ્યમય ગ્રંથ કંઠસ્થમૌખિક–યાદ રહે તે સહેલું તો નથી જ; અને તેમાંય શબ્દોના નિર્વચનપૂર્વક અર્થ કરવાના જ્ઞાનથી પરિપૂર્ણ કોઈ વ્યક્તિ તો વૈદિક-પાઠશાળાઓમાં મળે એવું જવલ્લે જ બને ! આવી પરિસ્થિતિમાં આટલું તો નિઃશંક જણાવી શકાય કે શંકરને વૈદિક દૃષ્ટિએ પરંપરાગત શિક્ષણ નહોતું મળ્યું; તેમણે યથાયોગ્ય સ્વરાંકનો દર્શાવ્યા વિનાની હસ્તપ્રતોના આધારે બૃ. ઉપ.ની તે તે શાખાઓની તુલના કરી, તેની અનેક “અનુકૃતિ”નું (versionનું) પઠન કર્યું, અને તેમાં તેમણે કોઈ એક “અનુકૃતિ”ને (version-ને) પ્રાચીન માની શીખી લીધી હતી.
બૃ. ઉપ. ઉપરનાં શંકરને પરિચિત પ્રાચીન ભાષ્યો - (૧) શંકર તેમના બૃ. ઉપ. ભાષ્યમાં પક્ષ-પ્રતિપક્ષના સિદ્ધાંતોની ચર્ચા દરમિયાન ઘણી વાર બૃ.
ઉપ.નાં પ્રાચીન વિવરણોનો ઉલ્લેખ કરે છે; પણ કોઈપણ પ્રાચીન વિવરણકારોનાં નામ તે જણાવતા નથી. તત્ત્વજ્ઞાનની તાત્ત્વિક ચર્ચા-પ્રચુર ભાષ્યોમાં કોઈ કોઈ પૂર્વ પક્ષકાર ઘણી વાર કાલ્પનિક જ હોય છે કે જેથી આવી પૂર્વપક્ષ, ઉત્તરપક્ષ અને સિદ્ધાંતની પ્રક્રિયાપૂર્વક ક્લિષ્ટ મુદાઓની ચર્ચા કાંઈ સરળ થઈ શકે છે. શંકરના બૃ. ઉપ. ભાષ્યમાં જ્યાં આવાં