________________
200
ડી. જી. વેદિયા
SAMBODHI
ભાગવત છે.૪૭ મત્સ્યપુરાણ અને વામનપુરાણને પણ આ લક્ષણોથી ભાગવત કહેવા કેટલાક પ્રેરાયા છે. ‘ભાગવત’ લક્ષણ શ્રીમદ્ભાગવત અને દેવી ભાગવતને સારી રીતે લાગુ પડે છે. દેવી ભાગવત અને ભુશુંડિરામાયણ ભાગવતની પછી રચાયેલાં છે. બંનેમાં અનુક્રમે ભાગવતની કથા કે નિરૂપણ પદ્ધતિને અનુસરી શાક્તાનુસારી કે રામાનુસારી અનુકરણ કરવામાં આવ્યું છે. કાલિકાપુરાણનો આદિસ્રોત પણ ભાગવત પુરાણ મનાયું છે. ૪૯ ભાગવત પુરાણમાં દેવી ભાગવતનો ઉલ્લેખ નથી. આમ ભાગવત જ આદિ મહાપુરાણ છે.
ભાગવતનાં દશલક્ષણો જ ભાગવતને અન્ય પુરાણો કરતાં વિશિષ્ટ સ્થાન આપે છે. આ વૈશિસ્ય ભાગવતની વિચારધારાના આદિસ્રોતમાંથી મળી છે.
પરંપરા પ્રમાણે તો વ્યાસજી જ ભાગવતકાર છે. તેમને બધાં પુરાણોની રચના પછી ભાગવતની રચના કરતાં પરમ શાંતિ થઈ હોવાનું કહેવાય છે. રાસનના મતે પુરાણોની ત્રણ કે ચાર પરંપરાઓ છે. સૂત, મૈત્રેય અને પુલસ્ય તેમાં મુખ્ય છે. પુલત્યે મૈત્રેયને વિષ્ણુપુરાણ ઉપદેશ્ય છે. ભાગવતમાં બ્રહ્મા-નારદ, નારદ-વ્યાસ, વ્યાસ-શુક્ર, શુક-પરીક્ષિત, સૂત-શૌનકાદિ ઋષિગણની પરંપરામાં ભાગવતનો પરિપોષ થયો છે. અલબત આવી પરંપરા ભાગ્યે જ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે.
ભાગવત’ અભિધાન કોઈ એક વિશિષ્ટ પુરાણનું અભિધાન નથી. તે એક પરંપરા ઘોતિત કરે છે. શ્રીમદ્ભાગવત મહાપરંપરા છે. આ પરંપરામાં ભક્તિ યુવતીની સાથે જ્ઞાન અને વૈરાગ્ય નામના બે વૃદ્ધ પુત્ર છે. આ ભક્તિ દક્ષિણમાંથી આવી છે. અજ્ઞાત ભાગવતકાર શુકદેવના રૂપે આવે છે. આ શુક આદરણીય શ્રેષ્ઠ ભક્ત છે. ભાગવતમાં શુકદેવ જ મુખ્ય વક્તા છે. શુકદેવ પરમ અનાસક્ત, યોગી અને ભક્ત છે.
શુકદેવ દ્વારા ભાગવતની પરંપરાનો આદિસ્રોત ચાલવાની પરંપરામાં હોવાનું અહીં સૂચવાયું છે. ગીતા, ઉપનિષદ્ અને ભિન્ન ભિન્ન ઉપલબ્ધ સંવાદાત્મક દાર્શનિક પરંપરાઓમાં મળતા જ્ઞાન અને વૈરાગ્ય સંબંધિત જ્ઞાનસ્રોતોનું ભક્તિ સાથે વ્યાસે સંહિતીકરણ કર્યું. આ સંવાદી સંહિતીકરણની આધાર સામગ્રી નારદ દ્વારા મળી છે. નારદ સતત ફરતા રહેતા હોવાથી આવી સામગ્રીનું સર્વતોમુખી સ્વીકાર થઈ શક્યો છે. સાંખ્ય અને શાંકર વેદાન્ત - (અદ્વૈત)નો સમન્વય થયો છે. જડભરતની અવધૂત દશા, અગિયારમા સ્કંધમાં જીવન્મુક્તનું નિરૂપણ વગેરે દક્ષિણની આલવાર પરંપારમાંથી આવેલી ભક્તિ સાથે વણાઈ ગયેલાં છે. દક્ષિણની આ ભક્તિનો જ્ઞાન, વૈરાગ્ય, સાંખ્ય અદ્વૈત વેદાન્ત વગેરે સાથે સમન્વય બતાવ્યો છે. આને લીધે જ ભાગવતમાં પાંચને બદલે દશ લક્ષણ કલ્પાયાં છે.
ભક્તિનો પ્રાધાન્ય આપવાથી કર્મમાર્ગથી વિમુખ, જ્ઞાનમાર્ગથી સંસારને નિરર્થક માનનારા જનસમુદાયને એક જ ભૂમિ ઉપર સાથે લાવવાનો આ એક મહાપ્રયત્ન છે | મુસ્લિમો અને અન્ય બાહ્ય પ્રજાઓનાં આક્રમણ અને જૈન તેમજ બૌદ્ધોને લીધે જનસમુદાયમાં લુપ્ત થયેલા વર્ણભેદને ધાર્મિક-સામાજિક સુધારણ (socio-religious reformation) ને