________________
“મલ્લિકામકરન્દમાં અર્થપ્રકૃતિ પંચક
ભાઈલાલભાઈ જી. પટેલ
રામચન્દ્રસૂરિ કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિ (ઈ. સ. ૧૦૮૯-૧૧૭૩) ના પટ્ટશિષ્ય હતા. કવિએ “મલ્લિકામકરન્દર નાટકની પ્રસ્તાવનામાં પોતાની થોડી માહિતી આપી છે. આ ઉપરાંત નાટ્યશાસ્ત્રને લગતા “નાટ્યદર્પણ' નામના ગ્રંથનું એમનું અને એમના ગુરુભાઈ ગુણચન્દ્ર સૂરિ સાથેનું સહકર્તૃત્વ સવિશેષ પ્રસિદ્ધ છે. તેમની શીધ્ર કાવ્ય લખવાની કલાથી પ્રસન્ન થઈ મહારાજા સિદ્ધરાજ જયસિંહએ તેમને “કવિ કટારમલ્લીની ઉપાધિ આપી હતી. તેઓ પોતાને શતપ્રબંધકર્તા તરીકે ઓળખાવે છે. જો કે વર્તમાનમાં તો તેમના ૩૮ ગ્રંથો જ મળતા હોવાથી બાકીના લુપ્ત થયેલા હોવાનું માનવામાં આવે છે. તેમનો જન્મ ઈ. સ. ૧૧૦૦ આસપાસ થયાનું મનાય છે.
| મલ્લિકામકરન્દ નાટક શૃંગાર રસપ્રધાન કૃતિ છે. તેથી નાટકના અંતે કામ નામના પુરુષાર્થની સિદ્ધિ થયેલી છે. નાયક મકરન્દનો કામ નામના પુરુષાર્થના ફળ ઉપર અધિકાર છે. મલ્લિકામકરન્દમાં મલ્લિકા અને મકરન્દની પ્રણયકથા (Love Story) આધિકારિક કથાવસ્તુ છે. છઠ્ઠા અંકમાં મલ્લિકા અને મકરન્દનું સુભગ મિલન સિદ્ધ થયું છે. તે અર્થપ્રકૃતિનું કાર્ય અને નાટકનું અંતિમ લક્ષ્ય છે.
કવિ રામચન્દ્રના “મલ્લિકામકરન્દ નાટકમાં અર્થપ્રકૃતિ તારવવાનો આ લેખનો આશય છે.
સત્કાવ્યના સેવનથી ચતુર્વર્ગ, કલામાં વિચક્ષણતા, કીર્તિ અને પ્રીતિ પ્રાપ્ત થતાં હોવાનું ભામહ બતાવે છે. ધનંજય નાટ્યમાં એક કે એકથી વધુ પુરુષાર્થની સિદ્ધિ સ્વીકારે છે." બધા જ અલંકારશાસ્ત્રીઓ પુરુષાર્થના ફળ ઉપર અધિકાર ધરાવનારને અધિકારી કે નાટક કહે છે. તે સુવિદિત છે. આ ફળ તરફ દોરી જનાર વસ્તુનું ભૌતિક વિભાજન તે અર્થપ્રકૃતિ, તે વસ્તુ સંકલનાનું બાહ્યાંગ છે.' અર્થપ્રકૃતિ પંચક:
અર્થ એટલે વસ્તુ અને તેના વિકાસનાં સોપાનો તે અર્થપ્રકૃતિ. ભરતમુનિ આદિ આચાર્યોએ વસ્તુમાં અન્ય પાંચ તત્ત્વોનો સમાવેશ કર્યો છે. જે અર્થપ્રકૃતિના નામથી ઓળખાય છે. જેનાથી પ્રયોજનની સિદ્ધિનો હેતુ રહેલો છે. પ્રયોજન અથવા વસ્તુના ફળના અર્થનો ઉલ્લેખ કરવામાં