Book Title: Sambodhi 2006 Vol 30
Author(s): J B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 235
________________ Vol. XXX, 2006 પ્રાચ્યવિદ્યાવિદ્ મુનિશ્રી જિનવિજયજી 229 હિન્દી સાહિત્યજગતમાં પણ પ્રસિદ્ધિ પામવા લાગ્યા હતા. ત્યાર બાદ મુનિશ્રી વડોદરા પધાર્યા. અહીં તેમને ગાયકવાડ ઓરિએન્ટલ રિસર્ચ સંસ્થાના નિર્દેશક શ્રી ચિમનલાલ ડાહ્યાલાલ દલાલનો પરિચય થયો. મુનિશ્રીની જ્ઞાનસાધના અને સંશોધન વૃત્તિથી દલાલ અભિભૂત થયા હતા. તેમની રુચિ જોઈને શ્રી દલાલ મુનિશ્રીના અનન્ય મિત્ર બની ગયા. પરિણામ સ્વરૂપ મુનિશ્રીએ બૃહત્કાય ગ્રંથ કુમારપાલ પ્રતિબોધ સંપાદિત કર્યો અને તે પ્રકાશિત થયો. ત્યાર બાદ મુનિ શ્રી મુંબઈ વિહાર કરી મુંબઈ પહોંચ્યા. આ અસરામાં પૂનામાં ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ હતી. સંસ્થાના વ્યવસ્થાપકો મુંબઈ આવ્યા અને જૈન અગ્રણીઓને મળ્યા. તે સમયે આ વ્યવસ્થાપકોએ મુનિશ્રીને પૂનામાં ભાંડારકર ઈન્સ્ટિટ્યૂટમાં આવી કામ કરવા નિમંત્રણ આપ્યું. મુનિશ્રીએ તેમનું આમંત્રણ સ્વીકાર્યું અને પૂના તરફ વિહાર કર્યો. પૂનામાં ઇન્સ્ટિટ્યૂટની વ્યવસ્થા આદિ જોઈને પ્રસન્ન થયા અને યથાશક્તિ યોગદાન આપવાનું નક્કી કરી અહીં જ રહી ગયા. જૈનસાહિત્ય સંશોધક : પૂનામાં મુનિજીએ જૈનસાહિત્ય સંશોધક સમિતિની સ્થાપના કરી. તેમણે દુર્લભ ગ્રંથોનું સંપાદન કરી પ્રકાશિત કરવાનું કાર્ય આરંભ્ય. તેમ જ તેમના સંપાદક્ત હેઠળ જૈનસાહિત્ય સંશોધન નામના સૈમાસિકનો પ્રારંભ કર્યો. સં. ૧૯૭૭માં તેનો પ્રથમ અંક પ્રગટ થયો. આ સંશોધનાત્મક સૈમાસિકમાં તેમણે જૈન ઇતિહાસ, સાહિત્ય, તત્ત્વજ્ઞાન, કલા આદિ વિષયક હિન્દી, ગુજરાતી, અંગ્રેજી લેખો પ્રકાશિત કર્યા. આ ત્રૈમાસિકની તટસ્થતા અને ઐતિહાસિકતાને કારણે જૈન-જૈનેતર વિદ્યાજગતમાં ખૂબ જ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. લગભગ પાંચેક વર્ષ સુધી આ ત્રિમાસિકનું પ્રકાશન થતું રહ્યું. આ ઉપરાંત આ સમિતિ દ્વારા ખરતરગચ્છપટ્ટાવલિ સંગ્રહ, આચારાંગસૂત્ર, કલ્પ-વ્યવહારનિશીથસૂત્રાણિ, જીતકલ્પસૂત્ર, વિજયદેવમાહાભ્ય આદિ પ્રાચીન ગ્રંથો સંપાદિત કરી પ્રગટ કર્યા છે. તેમની સંશોધન પ્રવૃત્તિ હવે પ્રૌઢ બની હતી. અનેક હસ્તપ્રતોનું અવલોકન કરી ચૂક્યા હતા. અનેક હસ્તપ્રતોનું સંપાદન મુનિશ્રીના હસ્તે થયું હતું. પોતે મેવાડના હતા. તે વીરોની અને જ્ઞાનીઓની ભૂમિ છે. તેમનામાં પણ વીરતા-જ્ઞાનીના લક્ષણો સ્પષ્ટ જણાઈ આવતા હતા. જૈનધર્મના મહાનું આચાર્ય હરિભદ્રસૂરિ પણ અહીં જ થયા હતા. તેથી મુનિજીને હરિભદ્રસૂરિ પ્રત્યે સહજ અનુરાગ હતો. હરિભદ્રસૂરિએ ૧૪૪૪ ગ્રંથો રચ્યાની નોંધ શાસ્ત્રોમાં પ્રાપ્ત થાય છે. પરંતુ આ મહાનું આચાર્યના સમય વિશે વિદ્વાનોમાં વિવિધ મત પ્રવર્તતો હતો. તેથી જિનવિજયજીએ હરિભદ્રસૂરિના સમય નિર્ણય માટે સંશોધન આવ્યું. અનેક પ્રબંધો અને ઐતિહાસિક ગ્રંથોના અભ્યાસ પછી એક શોધલેખ નામે આ હરિભદ્રનો સમય નિર્ણય લખ્યો. આ લેખ તેમણે સંસ્કૃત ભાષામાં લખ્યો. તેમણે અનેક પ્રમાણો દ્વારા હરિભદ્રસૂરિના સમયનું નિર્ધારણ કર્યું હતું. આ લેખ વાંચી જર્મન વિદ્વાન્ હર્મનું

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256