________________
Vol. XXX, 2006
પ્રાચ્યવિદ્યાવિદ્ મુનિશ્રી જિનવિજયજી
231
કરેલ પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ નામનો ગ્રંથ સંવત્ ૧૯૮૬માં પ્રકાશિત થયો હતો. પ્રસ્તુત ગ્રંથમાં તરુણપ્રભસૂરિ (સં. ૧૪૧૧) કૃત સમ્યક્ત તથા શ્રાવકના બાવ્રત ઉપરની ૧૫ કથાઓ તથા ૮ પ્રકીર્ણ કથાઓ, સંવત્ ૧૪૬૬માં રચાયેલ શ્રાવકવ્રતાદિ અતિચાર, સોમસુંદરસૂરિ (સ. ૧૪૫૭૧૪૯૯) કૃત ઉપદેશમાળા અંતર્ગત કુલ ૫૩ કથાઓ, યોગશાસ્ત્રની ૧૩ કથાઓ, યોગશાસ્ત્રોતર્ગત ગૃહસ્થ ધર્મના ગુણોનું વર્ણન, માણિક્યચંદ્રસૂરિ (સં. ૧૪૭૮) કૃત પૃથ્વીચંદ્ર ચરિત્ર અને હેમહંસગણિ (સં. ૧૫૦૦) કૃત નમસ્કાર બાલાવબોધ, કુલમંડળસૂરિ (સં. ૧૪૫૦) કૃત ઔક્તિક પ્રકરણ, ઔક્તિક પદો, તથા પરિશિષ્ટમાં ચૌદમા સૈકાનું ગુજરાતી ગદ્ય આદિ કૃતિઓનો સંગ્રહ કરેલો છે.
પ્રસ્તુત ગ્રંથ ગુજરાતી ભાષાના પ્રાચીન સ્વરૂપને સમજવામાં ખૂબ જ ઉપયોગી થાય તેવો સંદર્ભ ગ્રંથ છે. આ ગ્રંથનું સંપાદન કર્યા પછી જિનવિજયજી જર્મની ગયા અને ત્યાંથી પાછા આવ્યા બાદ સત્યાગ્રહની લડતમાં જોડાયા હતા તેથી તેમની પ્રસ્તાવના વગર જ ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો છે. જર્મનીના કેટલાંક ભારતીય વિદ્યાના વિદ્વાનથી હાઈનરિખ ભૂંડર્સ, શ્રોડરિંગ ગ્લાજનેવ, આદિ ભારતની યાત્રાએ આવ્યા હતા. તેમણે કેટલાંક મહત્ત્વપૂર્ણ પ્રાચીન ગ્રંથો ઉપર વિચારવિનિમય કરવા તથા સંપાદનની દૃષ્ટિથી જર્મની આવવા નિમંત્રણ આપ્યું અને તેમના નિમંત્રણને માન આપી મુનિજી જર્મની ગયા હતા.
જર્મનીમાં તેમણે હિન્દુસ્તાન હાઉસની સ્થાપના કરી. ભારતથી તેઓ કૌટિલ્યની અલભ્ય હસ્તપ્રત માત્ર દર્શન કરાવવા લઈ ગયા હતા. આ હસ્તપ્રત જર્મન વિદ્વાનો ૧ લાખ માર્ક (જર્મન નાણું)માં માંગી હતી. મુનિજીએ જર્મન વિદ્વાનોને જણાવ્યું કે તેને પોતે પણ મૂલ્યવાન ગણે છે તેથી આ ગ્રંથ વેચવા માટે નથી પરંતુ ભારતની અમૂલ્ય નિધી છે. તેમ જણાવી માત્ર સંપાદન કરવા માટે સહમતી આપી હતી.
૧૯૩૦માં કલકત્તા ગયા. ત્યાં તેઓ શાંતિનિકેતનમાં ક્ષિતિમોહનસેનને મળ્યા હતા. અહીં તેઓએ અધ્યયન અધ્યાપનનું કાર્ય શરૂ કર્યું. પં. શ્રી દલસુખ અહીં તેમના હાથ નીચે ભણ્યા. અહીં તેમનો પરિચય બહાદુરસિંહજી સીંધીજી સાથે થયો તેઓ વિદ્યાપ્રેમી દાનવીર હતા. મુનિજીના સંપર્કથી બહાદુરસિંહ સીંધીજીએ ગ્રંથમાળાનો આરંભ કર્યો. આ ગ્રંથમાળાનો સમગ્ર કાર્યભાર મુનિશ્રીએ ઉપાડ્યો. પ૬ અલભ્યગ્રંથોનું આધુનિક શૈલીથી સંપાદન કરી પ્રકાશિત કર્યા. આ ગ્રંથમાળામાં તેમણે સ્વયં સંપાદિત કરેલા ૧૪ ગ્રંથો પ્રકાશિત થયા છે. ત્યારબાદ ગાંધીજીના સત્યાગ્રહમાં જોડાયા. ધરાસણાના સત્યાગ્રહમાં જેલમાં જવાનું થયું. અહીં તેમને જમનાલાલ બજાજ, નરીમાન, ડૉ. ચોકસી, રણછોડભાઈ શેઠ, મુકુંદ માલવીય અને કનૈયાલાલ મુનશી આદિનો સંપર્ક થયો. જેલમાંથી છૂટી મુંબઈ આવ્યા અને કનૈયાલાલ મુનશીના આગ્રહથી તેમણે ભારતીય વિદ્યાભવનનો કાર્યભાર સંભાળ્યો.
તે સમયે જેસલમેરથી આચાર્ય જિનહરિનો સંદેશો આવતા તેઓ જેસલમેર જ્ઞાનભંડારોના અવલોકન માટે જેસલમેર ગયા. ત્યાં તેમણે આશરે ૨૦૦ જેટલી અલભ્ય હસ્તપ્રતોની પ્રતિલિપિઓ કરાવી. ૧૯૫૦ માં રાજસ્થાની રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલ સમિતિઓમાં એક સમિતિ હસ્તલિખિત સાહિત્યના સંગ્રહ, સંરક્ષણ, પ્રકાશનની હતી. તેનો કાર્યભાર મુનિજીને સોંપવામાં